________________
અંશોમાં જ સીમિત કરવી પડી. એ જ કારણ હતું કે આગમોમાં પ્રતિપાદિત જૈન ધર્મની મૂળ માન્યતાઓને સંઘમાં યથાર્થ રૂપે પુનઃ પ્રતિષ્ઠિત કરવાની આંતરિક અભિલાષા હોવા છતાં પણ મોટે ભાગે દરેક ક્રિયોદ્ધારક સંપૂર્ણ કાંતિની પોતાની ઇચ્છાને અનુરૂપ ક્રિયાન્વયન કરવામાં એક રીતે અંતતોગત્વા અસફળ જ રહ્યા. એમની અસફળતાનાં બે બીજાં કારણ પણ હતા. એક બહુ મોટું કારણ એ હતું કે ચૈત્યવાસીઓએ જનમાનસમાં પ્રચાર દ્વારા એવી માન્યતા ઊભી કરી દીધી કે નિગમો-(ચૈત્યવાસીઓ દ્વારા રચિત ગ્રંથો)નો સહારો લીધા વગર બદલાતી ધાર્મિક, સામાજિક અને રાજનૈતિક પરિસ્થિતિઓમાં જૈન ધર્મ પોતાનું અસ્તિત્વ ટકાવી નહિ શકે. ક્રિયોદ્ધારને અનુરૂપ સફળ ન થવાનું બીજું મોટું કારણ એ પણ હતું કે ચૈત્યવાસી આચાર્યોએ ત્યાગીવર્ગ માટે પણ એવી સગવડો ઉપલબ્ધ કરાવી દીધી કે શ્રમણશ્રમણી વર્ગ પણ કોઈ પણ પ્રકારનાં કષ્ટ કે પરિષહ સહન કર્યા વગર જીવનભર પોતાના અનુયાયીઓના પરમપૂજ્ય અને ઉપાસ્ય તરીકે સ્થાન જાળવી શકે, માન મેળવી શકે. ત્યાગીવર્ગ માટે ચૈત્યવાસીઓ દ્વારા શ્રમણચર્યાનું અંગ બનાવવામાં આવેલી સુવિધાઓ નીચે મુજબ હતી :
૧.
જીવનભર એક સ્થાનથી બીજા સ્થાને વિચરણ કરવાના બદલે સદાય એક જ સ્થાને રહી પોતાના ચૈત્ય અથવા મઠમાં નિવાસ કરવો. ૨. મધુકરી (ભિક્ષાચરી) જેવા કઠોર શ્રમણાચારને તિલાંજલિ આપી પોતાના ચૈત્ય કે મઠમાં નિરંજન-નિરાકાર જિનેન્દ્ર પ્રભુને ભોગ ધરવા માટે ત્યાંની પાકશાળામાં બનાવેલ ખાન-પાનથી સુખપૂર્વક જીવનનિર્વાહ કરવો.
૩. મંદિરોમાં શ્રદ્ધાળુ ભક્તો દ્વારા જે ધન જિનેન્દ્ર પ્રભુનાં ચરણોમાં ભેટ ધરવામાં આવે તેનો પોતાની સુવિધા માટે ઇચ્છાનુસાર ઉપયોગ કરવો.
૪. ભક્તોનાં સાંસારિક કાર્યો માટે મુહૂર્ત કાઢી આપવું. નિમિત્તશાસ્ત્રથી ભક્તોને તેમના જીવન બાબતે ભવિષ્ય-કથન કરવું.
૫. સુગંધથી સુવાસિત સુંદર રંગીન વસ્ત્રો ધારણ કરવાં.
૬.
યથેષ્ટ ધન-સંચય કરવો.
૧૯૦ ૭૭૭
ઊઊ જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૪)