________________
આચાર્ય રક્ષિતસૂરિએ પણ એકમાત્ર આગમોના આધારે સમગ્ર ધર્મક્રાંતિનો દઢ સંકલ્પ કરવાની સાથે વિધિપક્ષની સ્થાપના કરી. પરંતુ તેઓ પણ પોતાના ધર્મક્રાંતિને લક્ષ્યને અનુરૂપ આગળ વધારી શક્યા નહિ. એનું કારણ એ હતું કે વિર નિર્વાણના હજાર વર્ષ બાદ ચૈત્યવાસ અને શિથિલાચારની પરંપરા લોકજીવનમાં ખૂબ વ્યાપી થઈ હતી. આ પ્રકારના ક્રિયોદ્ધારોના માધ્યમથી થયેલી ધર્મક્રાંતિઓ તત્કાલીન ધર્મસંઘમાં વ્યાપ્ત શિથિલાચારની વિરુદ્ધમાં હતી, અને આ શિથિલાચારની સૂત્રધાર કે પ્રતિક હતી, ચૈત્યવાસી પરંપરા. આ દૃષ્ટિએ આ પ્રકારના ક્રિયોદ્ધારો અને ધર્મક્રાંતિઓને ચૈત્યવાસી પોતાની વિરુદ્ધનું અભિયાન સમજતા હતા. ધર્મના મૂળ સ્વરૂપને વિકૃત કરનારી ચૈત્યવાસી પરંપરાનો પ્રભાવ સંપૂર્ણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મેવાડ, મારવાડ, માળવા આદિ પ્રદેશોમાં ઘર કરી ચૂક્યો હતો. આ પ્રદેશોમાં રાજ્યાશ્રય પ્રાપ્ત થવાના કારણે ચૈત્યવાસીઓનો પ્રભાવ ઉત્તરોત્તર વધતો જ ગયો.
પાટણના વિશાળ સામ્રાજ્યના સંસ્થાપક વનરાજ ચાવડા અને તેના ઉત્તરાધિકારી ૭ ચાપોત્કટવંશી રાજાઓએ વિ. સં. ૮૦૨ થી વિ. સં. ૯૯૮ સુધી બધું મળીને ૧૯૬ વર્ષ સુધી ચૈત્યવાસીઓને પોતાના ધર્મગુરુ-રાજગુરુ માનીને એમને સર્વાધિક સન્માન પ્રદાન કર્યું. પોતાના ધર્મગુરુના ચૈત્યવાસી સુદઢ બનાવવાના હેતુથી ચૈત્યવાસીસંઘને દરેક પ્રકારની સુવિધાઓ પ્રદાન કરવાની સાથે સાથે વનરાજે પોતાના સંપૂર્ણ રાજ્યમાં એવી રાજાજ્ઞા પ્રસારિત કરાવી હતી કે ચૈત્યવાસી આચાર્યની અનુમતિ વગર એમના રાજ્યની સીમાઓમાં અન્ય કોઈ પણ પરંપરાનાં જૈન શ્રમણ-શ્રમણી વર્ગનો પ્રવેશ નહિ થઈ શકે.
વિ. સં. ૯૯૮માં પાટણ પર ચાલુક્ય રાજવંશનું પ્રભુત્વ થઈ ગયા પછી એ વંશના પ્રથમ રાજા મૂળરાજના શાસનકાળથી લઈને એ વંશના ચોથાં રાજા દુર્લભરાજના રાજ્યકાળ વિ. સં. ૧૦૮૦ સુધી એ દરેક પ્રકારની વ્યવસ્થાઓ યથાવત ચાલતી રહી. આ રીતે વિ. સં. ૮૦૨ થી લઈને વિ. સં. ૧૦૮૦ સુધી ચૈત્યવાસીઓનું વિશાળ ગુર્જર રાજ્યમાં બધું મળીને ૨૭૮ વર્ષ પર્યત્ન પૂર્ણ વર્ચસ્વ રહ્યું.
. આવી સ્થિતિમાં આગમોને અનુરૂપ ધર્મના સ્વરૂપ અને શ્રમણાચારની પુનઃ પ્રતિષ્ઠા-હેતુ સંપૂર્ણ ધર્મક્રાંતિનું લક્ષ્ય હોવા છતાં પણ રક્ષિતસૂરિ આદિ કિયોદ્ધારકોને પોતાની ધર્મક્રાંતિ તથા ક્રિયોદ્વારોને થોડા જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ ઃ (ભાગ-૪) 999999999999 ૧૮૯]