________________
અંચલગચ્છની સ્થાપનાના વિ. સં. ૧૨૧૩ની સંગતિ બેસાડવા માટે અગર એમ કહેવાય કે વિ. સં. ૧૨૧૩માં કપર્દિ શ્રાવકને ઉત્તરાસંગથી વંદન-નમન કરતાં જોઈને કુમારપાળે વિધિપક્ષનું નામ અંચલગચ્છ રાખ્યું, તો આ કથન અનુમાનિત થઈ શકે છે. આર્ય રક્ષિતસૂરિ વિ. સં. ૧૨૩૬માં અને આચાર્ય હેમચંદ્રસૂરિ વિ. સં. ૧૨૨૯માં સ્વર્ગસ્થ થયા તથા મહારાજા કુમારપાળનું દેહાવસાન વિ. સં. ૧૨૩૦માં થયું. આ પ્રકારની સ્થિતિમાં એ સંભવ છે કે વિ. સં. ૧૨૧૩માં વિવિપક્ષનું બીજું નામ અંચલગચ્છ રાખ્યા પછી રાજા કુમારપાળ રક્ષિતસૂરિનાં દર્શન અને વંદન-નમન કરવા તિમિરપુર ગયા હોય.
(ક્રિયોદ્ધાર - એક અતિ દુષ્કર કાર્ય) આચાર્ય રક્ષિતસૂરિ(મુનિ વિજયચંદ્ર)એ જૈન ધર્મ અને શ્રમણોચારના વિશુદ્ધ સ્વરૂપને લોકો સમક્ષ પુનઃ પ્રતિષ્ઠિત કરવાના ઉદ્દેશથી વિ. સં. ૧૧૬૯માં એક પ્રકારની ધર્મક્રાંતિનો સૂત્રપાત કર્યો હતો. એમનાથી પૂર્વે વિક્રમની અગિયારમી શતાબ્દીના પ્રથમ ક્રિયોદ્ધારક અને ખરતરગચ્છના નામથી કાલાંતરે પ્રસિદ્ધ થયેલી પરંપરાના આદ્યાચાર્ય વર્ધમાનસૂરિ અને એમના શિષ્ય જિનેશ્વરસૂરિએ જૈન ધર્મના વાસ્તવિક સ્વરૂપને પુનઃ પ્રતિષ્ઠિત કરવાના ઉદ્દેશથી ધર્મક્રાંતિનો સૂત્રપાત કર્યો હતો. આચાર્ય રક્ષિતસૂરિએ લગભગ ૨૦ વર્ષ પૂર્વ(વિ. સં. ૧૧૪૯)માં પૌમિક-ગચ્છના સંસ્થાપક આચાર્ય ચંદ્રપ્રભએ પણ જૈનસંઘમાં પ્રવેશી ગયેલી વિકૃતિઓને દૂર કરવાના ઉદ્દેશથી ધર્મજાગૃતિનો શંખનાદ કર્યો હતો તથા લગભગ ૧૦ વર્ષ સુધી પોતાના વિરોધી ગચ્છોની સાથે સંઘર્ષરત રહ્યા બાદ વિ. સં. ૧૧૫૯માં પૌમિક ગચ્છની સ્થાપના કરી.
વર્ધમાન સૂરિ, ચંદ્રપ્રભસૂરિ, રક્ષિતસૂરિ આદિ સર્વ શાસન હિતેચ્છુ આચાર્યોનો પ્રારંભે એક સર્વાગ સંપૂર્ણ સમગ્ર ધર્મક્રાંતિ કરવાનો ઉદ્દેશ રહ્યો. પરંતુ ચતુર્વિધ સંઘમાં વિકૃતિઓની જડ એટલી ઊંડી પહોંચી ગઈ હતી કે તેને મૂળથી ઉખેડી નાખવાનું કાર્ય અને જડમૂળથી પરિવર્તન કરવાનું કાર્ય અસંભવ જેવું થઈ ચૂક્યું હતું. આમ, ધર્મના વાસ્તવિક સ્વરૂપને પુનઃ પ્રતિષ્ઠિત કરવાનું એ આચાર્યોનું સ્વપ્ન સાકાર ન થઈ શક્યું. અને તેમના દ્વારા કરવામાં આવેલી ક્રાંતિ સીમિત રહી ગઈ. [ ૧૮૮ 336936969696969696969ન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૪)