________________
વિઉણપ નગરમાં સૂરિપદ પર અધિષ્ઠિત કર્યા અને એમનું નામ જયસિંહસૂરિ રાખ્યું.
અનેક પટ્ટાવેલીઓ તથા વિદ્વાનોની કૃતિઓમાં અંચલગચ્છની સ્થાપનાનો સમય વિ. સં. ૧૨૧૩ બતાવવામાં આવ્યો છે. પરંતુ “વીરવંશ પટ્ટાવલી’ના ઉલ્લેખોથી એમ પ્રગટ થાય છે કે વિજયચંદ્રસૂરિએ વિ. સં. ૧૧૬૯માં આચાર્યપદ પર બેસતાંની સાથે જ વિધિ-પક્ષ(અંચલગચ્છ)ની સ્થાપના કરી. “વીરવંશ પટ્ટાવલી'માં લિખિત ગાથાઓના મનન બાદ એ વાતમાં કોઈ શંકા નથી રહેતી કે આર્ય રક્ષિતસૂરિએ વિ. સં. ૧૧૬૯માં વિધિપક્ષ ગચ્છની સ્થાપના કરી અને પોતાની પરંપરાના શ્રાવકોને ઉત્તરાસંગથી પડાવશ્યક અને સાધુવંદનનો નિર્દેશ આપ્યો. પરંતુ અહીં પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે વિધિપક્ષનું નામ અંચલગચ્છ ક્યારે અને કઈ રીતે પડ્યું?
વીરવંશાવલી (અપરનામ વિધિપક્ષ ગચ્છ પટ્ટાવલી)માં ઉલ્લેખિત વિવરણથી એમ પ્રગટ થાય છે કે આચાર્ય રક્ષિતસૂરિની હયાતીમાં જ મહારાજ કુમારપાળે વિધિપક્ષનું નામ “અંચલગચ્છ” રાખ્યું.
વિધિપક્ષની સ્થાપનાના થોડા સમય પછી આ ગચ્છનું નામ “અંચલગચ્છ' રખાયું હશે, એ વાતની પુષ્ટિ “વિધિપક્ષ પટ્ટાવલી'માં ઉલ્લેખિત તથ્યોથી પણ થાય છે. ઉદાહરણ તરીકે વિધિપક્ષની
સ્થાપના પછી આચાર્ય રક્ષિતસૂરિ અનેક ક્ષેત્રોમાં વિચરણ કરતાં કરતાં વિઉણપ નગરમાં પધાર્યા. ત્યાં શ્રેષ્ઠી કપર્દિ એમના ઉપદેશોથી પ્રબુદ્ધ થયા અને એમણે શ્રાવકધર્મ અંગીકાર કર્યો અને શ્રાવકધર્મ અંગીકાર કર્યાના પર્યાપ્ત સમય પછી એમણે પાટણમાં મહારાજા કુમારપાળ સમક્ષ આચાર્ય હેમચંદ્રસૂરિને ઉત્તરાસંગથી નમન-વંદન કર્યા. કુમારપાળને આ જોઈ આશ્ચર્ય થયું. એમણે ગુરુને એનું કારણ પૂછ્યું અને ગુરુ દ્વારા યોગ્ય રીતે સમાધાન કરવાથી એમણે વિધિપક્ષનું નામ અંચલગચ્છ રાખ્યું.
વિધિપક્ષ પટ્ટાવલી'માં આ ઉલ્લેખ તો છે જ કે વિધિપક્ષનું નામ-કરણ અંચલગચ્છ કર્યા બાદ કુમારપાળ વિધિપક્ષના સંસ્થાપક આચાર્ય રક્ષિતસૂરિના દર્શન માટે તિમિરપુર ગયા, પરંતુ કઈ સંવતમાં તેનો કોઈ ઉલ્લેખ નથી. આવી દશામાં અન્ય પટ્ટાવલીઓમાં ઉલ્લેખિત જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૪) 969696969696969696997 ૧૮૦]