________________
(રાજા કૃષ્ણ દ્વારા ધર્મરક્ષા) શ્રી ઊમણઋષિના આચાર્યકાળમાં રાષ્ટ્રકૂટ રાજવંશના ઓગણીસમાં રાજાકૃષ્ણએ જૈન ધર્માવલંબીઓ પર અત્યાચાર કરનાર ચોલ રાજવંશના રાજા રાજાદિત્ય ચોલ અને કલચુરી રાજા વલ્લાલને પરાજિત કરી ન્યાય અને ધર્મની રક્ષા કરી. આ રીતે રાજા કૃષ્ણએ જૈન ધર્મના ઇતિહાસમાં કલિંગપતિ મહામેઘવાહન ભિખુરાય ખારવેલની સમાન શ્લાઘનીય સ્થાન પ્રાપ્ત કર્યું, જેણે અતીતમાં પુષ્યમિત્ર શુંગના અત્યાચારોથી જૈન ધર્મનું રક્ષણ કર્યું.
| આયાર્ય જયર્સન જન્મ
? વિ. નિ. સં. ૧૪૨૦ દીક્ષા
: વી. નિ. સં. ૧૪૬૫ આચાર્યપદ : વિ. નિ. સં. ૧૪૯૪ સ્વર્ગારોહણ : વી. નિ. સં. ૧૫૨૪ ગૃહવાસપર્યાય : ૪૫ વર્ષ સામાન્ય સાધુપર્યાય : ૨૯ વર્ષ આચાર્યપર્યાય : ૩૦ વર્ષ પૂર્ણ સંયમપર્યાય : પ૯ વર્ષ
પૂર્ણ આયુ : ૧૦૪ વર્ષ આચાર્ય ઊમણઋષિના સ્વર્ગારોહણ બાદ આગમમર્મજ્ઞ જયષણઋષિને ઓગણપચાસમા પટ્ટધર આચાર્યપદ પર અભિષિક્ત કરવામાં આવ્યા. વિ. નિ. સં. ૧૪૯૪ થી ૧૫૨૪ સુધીની પોતાની ૩૦વર્ષીય આચાર્યપર્યાયમાં જયસેને ચતુર્વિધ સંઘની ઉલ્લેખનીય સેવા કરી. તેમણે દ્રવ્ય પરંપરાઓના પ્રબળ પ્રસાર-પ્રચાર છતાં પણ ભગવાન મહાવીરની મૂળ પરંપરાના પ્રવાહને ગતિશીલ રાખ્યો.
વી. નિ. સં. ૧૪૯૯(ઈ.સ. ૯૭૨)માં માલવપતિ હર્ષસિયાકે રાષ્ટ્રકૂટની રાજધાની માન્યખેટ પર આક્રમણ કરી રાષ્ટ્રકૂટના વીસમા રાજા કર્ક દ્વિતીયને પરાજિત કર્યા. આ પરાજયની સાથે જ લગભગ ૨૫૦ વર્ષ સુધી નીતિપૂર્વક શાસન કરનાર જૈનોના સંરક્ષક શક્તિશાળી રાષ્ટ્રકૂટ સામ્રાજ્યની સમાપ્તિ થઈ. | ૧૦ |969696969696969696969છે જેન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૪)