________________
૪૮મા - આચાર્ય કક્કસૂરિ (એકાદશમ) ૪૯મા - આચાર્ય દેવગુપ્તસૂરિ (એકાદશમ) ૫૦મા - આચાર્ય સિદ્ધસૂરિ (એકાદશમ) ૫૧મા - આચાર્ય કક્ક - તેઓ ઘોર તપસ્વી હતા. વિ. સં.
૧૧૫૫માં તેઓ આચાર્ય થયા અને જીવનભર એકાંતર ઉપવાસ અને પારણામાં આયંબિલ કરતા રહ્યા. આચાર્ય હેમચંદ્ર એમનું ખૂબ માન રાખતા હતા. એમણે શિથિલાચાર મટાડવા અનેક સાધુ-સાધ્વીઓને છોડીને ક્રિયોદ્ધાર કર્યો અને ત્યારથી આ ગચ્છ કકુંદાચાર્ય ગચ્છના નામથી પ્રસિદ્ધ થયો. તેઓ પ૭ વર્ષ સુધી આચાર્યપદ પર રહ્યા અને વિક્રમ સંવત ૧૨૧રમાં એમનો સ્વર્ગવાસા
થયો. ૫૨મા
આચાર્ય દેવગુપ્તસૂરિ (બારમા) - ઉપકેશગચ્છના એકાવનમા આચાર્ય કક્કસૂરિ દ્વારા ક્રિયોદ્ધાર અને કકુંદાચાર્યગચ્છની સ્થાપના પછી દેવગુપ્તસૂરિ આચાર્યપદે પ્રતિષ્ઠિત થયા અને લગભગ ૬૭ વર્ષ સુધી આચાર્યપદે રહ્યા. એમનો સમય લગભગ ૧૧૬૫ થી ૧૨૩૨ સુધી
બતાવવામાં આવે છે, પ૩મા - આચાર્ય સિદ્ધસૂરિ : એમના સમયમાં અણહિલપુર
પાટણમાં યશોદેવ ધનદેવે સાડા નવ હજાર પદ-પ્રમાણ
નવપદ ટીકાની રચના કરી. ૫૪મા - આચાર્ય કક્કસૂરિ પપમા - આચાર્ય દેવગુપ્તસૂરિ (સમય વિક્રમ સંવત ૧૨પ૨) પદમા - આચાર્ય સિદ્ધસૂરિ પ૭મા - આચાર્ય કક્કસૂરિ ૫૮મા - આચાર્ય દેવગુપ્તસૂરિ [ ૧૦૮ @Deep9999999 જેન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૪)