________________
૩૪મા - આચાર્ય દેવગુપ્ત (ષષ્ટમ્) ૩૫મા - આચાર્ય સિદ્ધ (ષષ્ટમ) ૩૬માં - આચાર્ય કક્ક (સપ્તમ) ૩૭મા - આચાર્ય દેવગુપ્ત (સપ્તમ) ૩૮મા - આચાર્ય સિદ્ધસૂરિ (સપ્તમ) ૩૯મા - આચાર્ય કક્ક (અષ્ટમ) ૪૦મા - આચાર્ય દેવગુપ્ત (અષ્ટમ) - એમનો જન્મ વિક્રમ સંવત
૯૯પમાં ક્ષત્રિયકુળમાં થયો. એમને વીણાવાદનમાં રુચિ હતી. તેઓ કોઈ રીતે વીણા વગાડવાનું છોડી શક્યા નહિ. આખરે સંઘના દબાણથી બીજા મુનિને આચાર્યપદ સોંપી તેઓ લાટ પ્રદેશ જતા રહ્યા. એમની આ ક્રિયા શિથિલતાના કારણે સંઘે એ નિર્ણય કર્યો કે ભવિષ્યમાં ઉપકેશગચ્છના વિશુદ્ધ જૈન માતૃકુળ અને પિતૃકુળવાળા
મુનિને જ સંઘના અધિનાયક બનાવવામાં આવે. ૪૧મા - આચાર્ય સિદ્ધ (અષ્ટમ) ૪૨મા - આચાર્ય કક્ક (નવમ) ૪૩મા - આચાર્ય દેવગુપ્તસૂરિ (નવમ) ૪૪મા - આચાર્ય સિદ્ધસૂરિ (નવમ) ૪૫મા - આચાર્ય કક્કસૂરિ (દશમ) ૪૬મા - આચાર્ય દેવગુપ્તસૂરિ (દશમ) ૪૭માં - આચાર્ય સિદ્ધસૂરિ (દશમ) - એમના શિષ્ય જબૂનાગે
લોદ્રવાના રાજા તનુનું વર્ષફળ કાઢીને એવી ભવિષ્યવાણી કરી કે યવન મુમુચિ (મુહમ્મદ ગજનવી) દ્વારા આક્રમણ કરવામાં આવશે અને તે હારી જશે. એમના આચાર્યકાળમાં કોરંટગચ્છના આચાર્ય નન્ન દ્વારા અનેક વંશોને જૈન વંશોમાં
સામેલ કરવામાં આવ્યા. જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૪) 36969696969696969696963; ૧૦૦ |