________________
૨૫મા - આચાર્ય જયસિંહ ૨૬મા - આચાર્ય વિરદેવ ૨૭મા - આચાર્ય કક્કસૂરિ (ચતુર્થ) ૨૮મા - આચાર્ય કક્કસૂરિ (પંચમ) ૨૯મા - આચાર્ય દેવગુપ્તસૂરિ (પંચમ) ૩૦મા - આચાર્ય સિદ્ધસૂરિ (પંચમ) ૩૧મા - આચાર્ય રત્નપ્રભસૂરિ (સપ્તમ) - એમના એક શિષ્ય
ઉદયવધનથી “દ્વિવન્દનીકગચ્છ' અને તપાગચ્છની સાથે
એના સંમેલનથી તપારત્ન શાખા નીકળી. ૩૨મા - આચાર્ય યક્ષદેવ (ષષ્ટમ) ૩૩મા - આચાર્ય કક્કસૂરિ (ષષ્ટમ) - તેઓ ઘણા સમર્થ આચાર્ય
થયા. એમણે પોતાના ગચ્છની નવીન વ્યવસ્થાઓ કરી. એમણે એ નિર્ણય કર્યો કે આચાર્ય રત્નપ્રભ અને આચાર્ય યક્ષદેવ જેવા આચાર્ય હવે આગળના સમયમાં નહિ હોય. અતઃ હવે ભવિષ્યમાં કોઈ આચાર્યનું નામ રત્નપ્રભ કે યક્ષદેવ નહિ રાખીને કેવળ કક્કસૂરિ, દેવગુપ્તસૂરિ અને સિદ્ધસૂરિ આ ત્રણ જ નામોમાંથી કોઈ એક નામ રાખવામાં આવે. એમણે નગેન્દ્ર અને ચંદ્રગચ્છના સંબંધમાં પણ સુધારો કર્યો. એમના સમયમાં પાર્શ્વનાથ સત્તાનીય સંત સંપ્રદાય ચંદ્રગચ્છમાં સંમિલિત થયો. આચાર્ય ઉદયવર્ધનનો સમુદાય ભગવાન પાર્શ્વનાથ અને ભગવાન મહાવીર - બંનેની શ્રમણ પરંપરાઓને માનવા. લાગ્યો. અને કિવન્દનીકગચ્છ'ના નામથી પ્રસિદ્ધ થયો અને અંતમાં તપાગચ્છની સાથે ભળી ગયો. તપાગચ્છ અને કિવન્દનીકગચ્છનું સંમિલિત સ્વરૂપ તપારત્નગરચ્છના નામથી પ્રચલિત થયું. એમણે ઉપકેશગચ્છની સુંદર, પ્રભ, કનક, મેરુ, સાર, ચંદ્ર, સાગર, હંસ, તિલક આદિ ૨૨
શાખાઓ સ્થાપિત કરી. ૧૦૬ [96969696969696969696969] જન ધર્મનો મૌલિક ઇતિહાસ ઃ (ભાગ-)