________________
૧૩મા - આચાર્ય યક્ષદેવસૂરિ (દ્વિતીય) ૧૪મા - આચાર્ય દેવગુપ્તસૂરિ (દ્વિતીય) ૧પમા - આચાર્ય સિદ્ધ (દ્વિતીય) ૧૬મા - આચાર્ય રત્નપ્રભ (ચતુર્થ) ૧૭મા - આચાર્ય યક્ષદેવ (તૃતીય) - એમને પાંચસો સાધુઓ અને
અનેક શ્રાવકોની સાથે મલેચ્છો દ્વારા મહુઆની લૂંટ વખતે કેદ કરી લેવામાં આવ્યા હતા. એક મલેચ્છ થઈ ગયેલા શ્રાવકે યક્ષાચાર્યને કોઈ પણ રીતે બચાવી લીધા. શ્રમણોના અભાવમાં ક્યાંક ગચ્છનો ઉચ્છેદ ન થઈ જાય એવી આશંકાથી શ્રાવકોએ પોતાના ૧૧ પુત્રો તેમનાં ચરણોમાં સાધુ બનાવવા માટે પ્રસ્તુત કર્યા, જેમને દીક્ષિત કર્યા અને આહડ નગરમાં પહોંચ્યા. આ ઘટના વિક્રમ સંવત ૧૦૦ પછીની બતાવવામાં આવે છે. એમણે નાગેન્દ્ર, ચંદ્ર, નિવૃત્તિ અને
વિદ્યાધર નામના ચાર ગચ્છ સ્થાપિત કર્યા. ૧૮મા - આચાર્ય કર્કસૂરિ (દ્વિતીય) ૧ભા - આચાર્ય દેવગુપ્ત (તૃતીય) ૨૦મા - આચાર્ય સિદ્ધસૂરિ (તૃતીય) - એમણે પોતાના શિષ્યોમાંથી
કોઈને આચાર્યપદ ન આપીને કેવળ મહત્તર'ની પદવી આપી. ૨૧માં મહત્તર રત્નપ્રભસૂરિ (પાંચમા) ૨૨મા - મહત્તર યક્ષદેવસૂરિ (ચતુર્થ) - એમણે સમન્તભદ્ર સન્તાનીય
નાના મુનિને કોરંટક ગચ્છના આચાર્ય બનાવ્યા. નન્નાચાર્ય ' પછી એમના એક મુનિ યક્ષદેવ-સૂરિએ કૃષ્ણાચાર્યને અનેક
આચાર્ય પરંપરાવાળા સૂરિપદ હીન આ ગચ્છના સૂરિ
બનાવી પોતાના ઉત્તરાધિકારી ઘોષિત કર્યા. ૨૩મા - આચાર્ય કક્ક (તૃતીય) - એક કૃષ્ણ ઋષિ આચાર્ય કક્ક
(તૃતીય)ના નામથી વિખ્યાત થયા. ૨૪મા - આચાર્ય દેવગુપ્ત (ચતુર્થ) જિન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૪) [999999999£9 ૧૦૫ |