________________
હવે અહીં ઉપકેશગચ્છના પાંચમા આચાર્ય સ્વયંપ્રભ અને સાતમા આચાર્યથી બોંતેરમા આચાર્ય સુધીનો આ ગચ્છની પટ્ટાવલીમાં યથાઉપલબ્ધ ક્રમિક પરિચય આપવામાં આવ્યો છેઃ પમા - આચાર્ય સ્વયંપ્રભુસૂરિ - એમનો જન્મ વિદ્યાધર વંશમાં થયો
હતો. આચાર્ય કેશીકુમારની પાસે એમણે શ્રમણ-ધર્મની દીક્ષા ગ્રહણ કરી. પોતાના આચાર્યકાળમાં દેશના સુદૂરસ્થ પ્રદેશોમાં વિહાર કરી એમણે અનેક જૈનેતરોને જૈન બનાવ્યા. ભ. મહાવીરના પ્રથમ પટ્ટધર સુધર્મા સ્વામી અને દ્વિતીય પટ્ટધર જખ્ખ સ્વામીના સમયમાં એમનું અસ્તિત્વ માનવામાં આવે છે. ઉપકેશગચ્છીયા પટ્ટાવલી અનુસાર વીર નિવાર્ણ
સં. પરમા તેઓ સ્વર્ગવાસી થયા. ૬ઠ્ઠા - આચાર્ય રત્નપ્રભસૂરિ - પૂર્વે કરેલ ઉલ્લેખ અનુસાર એમણે
ઓસિયાના મૃતઃપાય રાજજામાતાનો (જમાઈ) વિષાપહાર કરી એમને પૂર્ણ સ્વસ્થ કર્યા અને એનાથી પ્રભાવિત ઓસિયાનિવાસી સવા લાખ ક્ષત્રિયોએ જૈન ધર્મ સ્વીકાર કર્યો. એ ચમત્કારપૂર્ણ ઘટનાની સ્મૃતિ સ્વરૂપ પાર્શ્વનાથ પરંપરાનું નામ ઉપકેશનગર (ઓસિયા)ના નામ પર ઉપકેશગચ્છના નામથી લોકોમાં પ્રસિદ્ધ હોવાનું અનુમાનિત કરવામાં આવે છે. એમણે પોતાના એક શિષ્ય કનકપ્રભને કરંટકમાં
આચાર્યપદ આપીને કોરંટકગચ્છની સ્થાપના કરી. ૭મા - આચાર્ય યક્ષદેવસૂરિ - ઉપકેશગચ્છના મહાન પ્રભાવક છઠ્ઠા
આચાર્ય રત્નપ્રભ પછી એમની પાટ પર સાતમા આચાર્ય યક્ષદેવસૂરિ વીર નિર્વાણ સંવત ચોર્યાશીમા આચાર્યપદે
પ્રતિષ્ઠિત થયા. ૮મા - આચાર્ય કક્કસૂરિ (કર્કસૂરિ) ૯મા - આચાર્ય દેવગુપ્ત ૧૦મા - આચાર્ય સિદ્ધસૂરિ ૧૧મા - આચાર્ય રત્નપ્રભ (દ્વિતીય) ૧૨મા - આચાર્ય રત્નપ્રભ (તૃતીય) [ ૧૦૪ 9999999999) જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૪)