________________
ઉપકેશગચ્છ ઉપકેશગુચ્છની બાબતમાં “ઉપકેશગચ્છ પટ્ટાવલી' અને ભગવાન પાર્શ્વનાથની પરંપરાનો ઇતિહાસ (ભાગ ૧ અને ૨) નામના બૃહદ્ર ગ્રંથોમાં વિસ્તારપૂર્વક આ ગચ્છના પ્રથમ આચાર્યથી લઈને પંચ્યાસીમા આચાર્ય દેવગુપ્તસૂરિનો સમય અર્થાત્ વિક્રમની વીસમી શતાબ્દીના અંત સુધીનો ઇતિહાસ ઉપલબ્ધ થાય છે.
“ઉત્તરાધ્યયન સૂત્ર'માં સ્પષ્ટ ઉલ્લેખ છે કે - “શ્રમણ ભગવાન મહાવીર દ્વારા ધર્મતીર્થની સ્થાપના પછી પાર્શ્વનાથ સત્તાનીય આચાર્ય કેશી શ્રમણ આદિ દરેક શ્રમણોએ ચાતુર્યામ ધર્મનો પરિત્યાગ કરી પ્રભુ મહાવીર દ્વારા પ્રદર્શિત પંચ મહાવ્રત સ્વરૂપ શ્રમણ ધર્મને અંગીકાર કર્યો, તેમ છતાં પટ્ટાવલીકારે ઉપકેશગચ્છને ત્રેવીસમા તીર્થંકર પુરુષાદાનીય ભગવાન પાર્શ્વનાથની અવિચ્છિન્ન પરંપરાનું મૂળ અંગ બતાવતા એને શ્રમણ ભગવાન મહાવીરના ધર્મસંઘથી પૃથક સ્વતંત્ર ધર્મસંઘ બતાવવાનો પ્રયાસ કર્યો છે. આ એક એવો આશ્ચર્યકારી પ્રયાસ છે, જેના પર ગહન ચિંતન-મનન ઉપરાંત પણ વિશ્વાસ થઈ શકતો નથી.
ઉત્તરવર્તી તીર્થકરના ધર્મશાસનની સાથે સાથે કોઈ પૂર્વવર્તી તીર્થકરનું પણ ધર્મશાસન ચાલ્યું હોય એ પ્રકારનું એક પણ ઉદાહરણ શાસ્ત્રોમાં મળતું નથી. પારસ્પરિક પ્રતિસ્પર્ધાના પરિણામ સ્વરૂપે વિભિન્ન ગચ્છોમાં ઉત્પન્ન થયેલા વિદ્વેષ અને અહંકારના વાતાવરણમાં કોઈ વખત ઉપકેશગચ્છને સર્વાધિક પ્રાચીન, ત્યાં સુધી કે ભગવાન મહાવીરથી પૂર્વે થઈ ગયેલા ગચ્છ તરીકે સિદ્ધ કરવાનો વ્યામોહથી અભિભૂત કોઈ ઉપકેશ ગચ્છીય આચાર્યના મસ્તિષ્કની આ કલ્પના માત્ર સિદ્ધ થાય છે. તેમ છતાં કોઈ ગચ્છ વિશેષની સ્વતંત્ર ભાવનાને ઠેસ ન પહોંચે એ દષ્ટિએ ઉપકેશગચ્છનો પૂર્ણ પરિચય આ ગ્રંથમાળામાં આપવામાં આવી રહ્યો છે.
ભગવાન પાર્શ્વનાથના નિર્વાણ પછી ક્રમશઃ એમના ચાર પટ્ટધરો - પ્રથમ પટ્ટધર ગણધર શુભદત્ત, દ્વિતીય આચાર્ય હરિદત્ત, તૃતીય આચાર્ય સમુદ્રસૂરિ અને ચતુર્થ પટ્ટધર આચાર્ય કેશી શ્રમણનો યત્કિંચિત્ જીવન પરિચય પ્રસ્તુત ગ્રંથમાળાના પ્રથમ ભાગમાં અને છઠ્ઠા આચાર્ય રત્નપ્રભસૂરિનો પરિચય. દ્વિતીય ભાગમાં યથાસ્થાને આપવામાં આવ્યો છે. જૈન ધર્મનો મોલિક ઇતિહાસઃ (ભાગ-૪) 26969696969696969696969છે. ૧૦૩]