________________
૫૬. આચાર્ય જિનચંદ્રસૂરિ (એમણે અનેક વિદ્વાન મુનિઓને આચાર્યપદે પ્રતિષ્ઠિત કર્યા. એમના સમયમાં વિક્રમ સંવત ૧૫૦૮માં અમદાવાદમાં લોકાશાહે પ્રતિમાપૂજાનો વિરોધ કર્યો અને વિ. સં. ૧૫૨૪માં લોંકાના નામે મત પ્રચલિત થયો.)
૫૭. આચાર્ય જિનસમુદ્રસૂરિ
૫૮. આચાર્ય જિનહંસસૂરિ (એમના સમયમાં આચાર્ય શાંતિસાગરે ખરતરગચ્છમાં આચાર્ય શાખાનું પ્રચલન કર્યું.)
૫૯. આચાર્ય જિન માણિક્યસૂરિ (એમના સમયમાં ખરતરગચ્છમાં શિથિલાચારનું પ્રાબલ્ય વધ્યું. એમણે ક્રિયોદ્ધારનો સંકલ્પ કરી અજમેર તરફ વિહાર કરવાનો નિશ્ચય કર્યો. પરંતુ દેરાઉલથી જેસલમેર પાછા ફરતાં વિ. સં. ૧૬૧૨ અષાઢ સુદ પાંચમે તેમનો સ્વર્ગવાસ થયો.)
૬૦. આચાર્ય જિનચંદ્રસૂરિ (એમણે વિ. સં. ૧૬૧૨માં ક્રિયોદ્ધાર કર્યો. એમના આચાર્યકાળમાં ભાવ હર્ષોપાધ્યાયે ભાવહર્ષીયા ખરતરશાખાને જન્મ આપ્યો. એમણે અનેક ચમત્કારિક કાર્યો કર્યાં. વિ. સં. ૧૬૭૦માં એમનો સ્વર્ગવાસ થયો;)
૬૧. આચાર્ય જિનહંસસૂરિ
૬૨. આચાર્ય જિનરાજસૂરિ (એમના શિષ્ય જિનસાગરસૂરિએ લઘુ આચાર્યા ખરતરશાખાને જન્મ આપ્યો. એમણે નૈષધ કાવ્ય પર જૈનરાજીય નામની એક ટીકા લખી. વિ. સં. ૧૬૯૯માં એમનો સ્વર્ગવાસ થયો. એમના સમયમાં ખરતરગચ્છમાં રંગવિજયગણિએ રંગવિજયા શાખા અને શ્રીસાર ઉપાધ્યાયે શ્રી સારીય શાખા પ્રચલિત કરી.) ૬૩. આચાર્ય જિનરત્નસૂરિ
૬૪. આચાર્ય જિનચંદ્રસૂરિ ૬૫. આચાર્ય જિનસુખસૂરિ ૬૬. આચાર્ય જિનભક્તિસૂરિ ૬૭. આચાર્ય જિનલાભસૂરિ ૬૮. આચાર્ય જિનચંદ્રસૂરિ ૬૯. આચાર્ય જિનહર્ષસૂરિ ૭૦. આચાર્ય જિનમહેન્દ્રસૂરિ
૧૦૨ ૩૩
છેલ્લે જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૪)
::