________________
દેવભદ્રાચાર્યએ જિનદત્તસૂરિને જિનવલ્લભની પાટ પર બેસાડ્યા પછી થોડા દિવસ સુધી અણહિલપુર-પાટણથી બહાર અન્યત્ર જ ક્યાંક વિહાર કરવાનું કહ્યું. જેનો જિનદત્તસૂરિએ સ્વીકાર કર્યો. એક દિવસ જિનશેખરે વતપાલનમાં કોઈ ભૂલ કરી. દેવભદ્રાચાર્યએ એમને સંઘમાંથી બહિષ્કૃત કરી દીધા. જિનશેખરે જિનદત્તસૂરિનાં ચરણોમાં પોતાના અપરાધની ક્ષમા માંગતા પ્રાર્થના કરી કે – “એમને સંઘમાં પુનઃ સામેલ કરવામાં આવે. કરુણાનિધિ જિનદત્તસૂરિએ એમને સંઘમાં સામેલ કર્યા. આ કારણથી ગચ્છના ૧૩ આચાર્યોએ શ્રી જિનદત્તસૂરિને ગચ્છથી બહિષ્કૃત કર્યા, તેથી આચાર્ય જિનદત્તસૂરિ અન્યત્ર વિહાર કરી ગયા.
ચૈિત્યવાસીઓ તથા સુવિહિત પરંપરાના થોડા ગચ્છ દ્વારા ખરતરગચ્છના વિરોધે અંતે સંભવતઃ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હશે, એવું અનુમાન જિનદત્તસૂરિ દ્વારા રચિત અપભ્રંશ ભાષાના ઉપદેશ રસાયન રાસ' નામના ગ્રંથથી પણ થાય છે.
આચાર્ય જિનવલ્લભસૂરિના ઉપદેશોથી નિર્માપિત વિધિ ચૈત્યો. પર વિરોધીઓએ સંગઠિત થઈ અધિકાર જમાવ્યો. ખરતરગચ્છના અનુયાયીઓ દ્વારા જ્યારે પોતાના વિધિ-ચૈત્યો પર પુનઃ પોતાનો અધિકાર જમાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો તો સંભવતઃ મહારાજા સિદ્ધરાજ જયસિંહના શાસનકાળમાં અન્ય ગચ્છાનુયાયી વિરોધીઓએ રાજાશા દ્વારા એ વિધિ ચેત્યો પર અધિકાર મેળવવામાં સફળતા પ્રાપ્ત કરી. આ રીતે પાંચ કે આઠ-દસ વિધિ-ચેત્યો પર વિરોધીઓ દ્વારા અધિકાર જમાવવા પર જિનવલ્લભસૂરિએ આ પ્રકારની સ્થિતિનો અને ચૈત્યવાસી પરંપરાનો વિરોધ શરૂ કર્યો. એ સમય સુધી ચૈત્યવાસી પરંપરાએ અવસાનુકુળ સમન્વયવાદી નીતિનું અવલંબન લઈ પાટણ સંઘ પર પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું. જિનવલ્લભસૂરિની આ રીતની બહુમત વિરોધી ગતિવિધિઓથી નારાજ થઈને પાટણસંઘે એમને સંઘમાંથી બહિષ્કૃત કર્યા. આ પ્રકારની વિદ્વેષપૂર્ણ સ્થિતિમાં પોતાની માન્યતાના પ્રસાર-પ્રચાર માટે જિનવલ્લભસૂરિએ પાટણથી બહાર વિહાર કરવો પડ્યો. તેઓ જીવનભર પાટણ રાજ્યની સીમાઓથી બહાર ચિત્તોડ આદિ સ્થાનોમાં વિવિધ ચૈત્યોની સ્થાપનાના માધ્યમથી પોતાની પરંપરાનો પ્રસાર-પ્રચાર કરવામાં સંલગ્ન રહ્યા. [ ૧999999999999જેન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૪)