________________
પ્રતિપાદિત જૈન શ્રમણચર્યાની તુલનામાં જિનમહેન્દ્રસૂરિ જેવા આચાર્યોના આચાર-વિચાર પર ચિંતન કરવાથી એમ પ્રતીત થાય છે કે શાસ્ત્રોમાં પ્રતિપાદિત જિનાજ્ઞાથી એ વખતના સાધુઓને કોઈ સંબંધ રહ્યો ન હતો.
(ખરતરગચ્છનો સામૂહિક વિરોધ) વર્ધમાનસૂરિની પરંપરાના આચાર્યો દ્વારા જેન ધર્મ અને જૈન શ્રમણાચારના આગમિક સ્વરૂપની પુનઃ પ્રતિષ્ઠા માટે જ્યાં સુધી પ્રયાસ થતા રહ્યા, ત્યાં સુધી ચૈત્યવાસી પરંપરાના અનુયાયીઓ દ્વારા આ પરંપરાનો ડગલે ને પગલે વિરોધ થતો રહ્યો.
અણહિલપુર-પાટણમાં વસતિવાસની સ્થાપના પછી વર્ધમાનસૂરિની પરંપરાના આચાર્યો ને ચૈત્યવાસી પરંપરાના આચાર્યોમાં પરસ્પર પ્રમુખ સ્પર્ધા હતી. વર્ધમાનસૂરિએ ચૈત્યવાસીઓની અનામિક માન્યતાઓ, અશાસ્ત્રીય આચાર-વિચાર આદિના ઉમૂલન માટે એક નવીન ધર્મક્રાંતિનો સૂત્રપાત કર્યો. આ કારણે ચૈત્યવાસી પરંપરાના અનુયાયીઓનું વર્ધમાનસૂરિની પરંપરાથી વિરોધ કરવો સ્વાભાવિક હતો. પરંતુ ચૈત્યવાસી પરંપરાની જે જનપ્રિય, જનરંજનકારી અને ચિતાકર્ષક માન્યતાઓને સુવિહિત પરંપરાના અન્ય ગચ્છોએ જિનશાસન પ્રભાવનાના નામે અપનાવી લીધેલ, એ ગચ્છ પણ વર્ધમાનસૂરિ દ્વારા પ્રચલિત ક્રાંતિકારી પરંપરાના વિરોધી થઈ ગયા. જિનવલ્લભસૂરિના અને જિનદત્તસૂરિના જીવનકાળમાં આ પ્રકારના વિરોધોની ઝલક જૈન સાહિત્યમાં દષ્ટિગોચર થાય છે.
અણહિલપુર-પાટણમાં ચૈત્યવાસીઓની સાથે સાથે સુવિહિત પરંપરાના અન્ય ગચ્છોના અનુયાયી પણ જિનવલ્લભસૂરિના વિરોધી થઈ ગયા હતા. આ વિરોધના કારણે જ સંભવતઃ જિનવલ્લભસૂરિને પાટણ છોડી ચિત્તોડ તરફ વિહાર કરવો પડ્યો. આ ઘટના પછી પોતાના જીવનકાળ દરમિયાન તેઓ કદી પાટણ તરફ પાછા ફર્યા નહિ, અન્ય ક્ષેત્રોમાં જ વિચરણ કરતા રહ્યા. આ રીતે જિનવલ્લભસૂરિના પટ્ટધર આચાર્ય જિનદત્તસૂરિના જીવનવૃત્તથી જ આ તથ્ય પ્રકાશમાં આવે છે કે - “ચૈત્યવાસી પરંપરાના આચાર્યોની સાથે સાથે અન્ય ૧૩ ગચ્છોના આચાર્ય પણ જિનદત્તસૂરિનો ઉગ્રતાપૂર્વક વિરોધ કરતા રહ્યા.” | જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ ઃ (ભાગ-૪) 99999999999 ૧૬૩]