________________
જિનવલ્લભસૂરિ પાટણથી ગયા પછી જિનદત્તસૂરિએ પોતાના અનુયાયીઓને પોતાના વિધિ-ચૈત્યો પર પુનઃ અધિકાર જમાવવાનો આદેશ આપ્યો. આ પ્રકારના ઉપદેશોને ઉત્તેજક અને શાંતિભંગ કરનાર જણાવી વિરોધીઓએ રાજાજ્ઞા દ્વારા જિનદત્તસૂરિને પાટણ રાજ્યથી નિષ્કાસિત કરાવ્યા. આ જ કારણ હતું કે જિનવલ્લભસૂરિના સમાન એમના પટ્ટધર આચાર્ય જિનદત્તસૂરિ પણ પોતાના જીવનકાળ દરમિયાન પાટણ પાછા ન આવ્યા. જૈન સાહિત્યમાં આ પ્રકારનાં સાક્ષ્ય પ્રમાણ મળે છે કે ચાલુક્યરાજ દ્વિતીય ભીમદેવ(વિ. સં. ૧૨૩૫ થી ૧૨૯૮)ના શાસનકાળ સુધી પૌર્ણમિક, ખરતરગચ્છ આદિ થોડા ગચ્છોના આચાર્યો, સાધુઓ આદિનું પાટણમાં આવવા-જવાનું બંધ હતું.
ચૈત્યવાસીઓને ઉત્કર્ષ અને અપકર્ષકાળમાં ચૈત્યવાસી સાધુ ચેત્યોમાં જ નિયત નિવાસ કરતા હતા. એ લોકો એ ચૈત્યોમાં ખાન, પાન, શયન, સ્નાન, નર-નારીનાં સામૂહિક કીર્તન, રાત્રિ-જાગરણ અને નર્તકીઓનાં નૃત્ય-સંગીત અને તાંબૂલ-ચર્વણ આદિ સર્વ કાર્યકલાપ કરતા હતા. - જિનવલ્લભસૂરિએ જે ચૈત્યોની સ્થાપના - પ્રતિષ્ઠા કરી, એમાં એમણે એવી વ્યવસ્થા કરી હતી કે એ ચૈત્યોમાં સૂત્રો-આગમોથી વિપરીત પ્રરૂપણા ન થાય, રાત્રિ-સ્નાન આદિ કાર્યકલાપ કદાપિ ન થાય, એ મંદિરો પર કોઈ પણ સાધુનું સ્વામિત્વ કે મમત્વ ન રહે. રાત્રે કોઈ પણ સ્ત્રી આ મંદિરોમાં પ્રવેશ ન કરે. ત્યાં જાતિ, વર્ણ આદિનો કોઈ પણ પ્રકારનો ભેદભાવ, કદાગ્રહ ન રહે અને શ્રાવકશ્રાવિકા વર્ગ દ્વારા આ મંદિરોમાં તાંબૂલ - ચર્વણ પણ ન કરવામાં આવે. જિનવલ્લભસૂરિએ પોતાના અનુયાયીઓ દ્વારા આ પ્રકારનાં નિયમો અથવા વિધિ-વિધાનો સાથે બનાવવામાં આવેલા અથવા બનાવવામાં આવે તેવા ચૈત્યોને “વિધિ-ચૈત્યો' સંજ્ઞા આપી.
ખરતરગચ્છના વિરોધીઓ દ્વારા ઉત્પન્ન કરવામાં આવેલી આ પ્રકારની સ્થિતિને કારણે જ જિનવલ્લભસૂરિ અને તેમના શિષ્ય જિનદત્તસૂરિ દ્વારા પાટણ છોડવાની ઘટના બાદ જિનદત્તસૂરિના શિષ્ય જિનચંદ્રસૂરિ અને એમના શિષ્ય જિનપતિસૂરિ પણ પોતાના જીવનકાળમાં કદી પાટણ ન ગયા. આ પ્રકારનું સાંપ્રદાયિક વૈમનસ્ય, જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૪) 96969696969696969696969૧૫ |