________________
ત્યાર બાદ થોડા જ સમયમાં બાળક રાજા મૂળરાજનું એ જ વર્ષ વિ. સં. ૧૨૩૫માં કુદરતી મૃત્યુ થવાથી એના નાનાભાઈ ભીમ(દ્વિતીય)ને ગુર્જર રાજ્યના સિંહાસન પર બેસાડવામાં આવ્યો. રાજ્યારોહણ વખતે ભીમની શૈશવાવસ્થા હતી. માલવરાજ સુભટવને એને ગુજરાત વિજયનો સ્વર્ણિમ અવસર સમજી એક શક્તિશાળી સેના લઈ ગુજરાત તરફ પ્રયાણ કર્યું. ગુપ્તચરોના માધ્યમથી સુભટવર્મનના ગુજરાત તરફ આગળ વધવાના સમાચાર - સાંભળી મહારાજા ભીમના પ્રધાનામાત્ય અને ગુજરાતની સરહદે મળ્યા અને પ્રબંધ ચિંતામણિ'માં થયેલા ઉલ્લેખ મુજબ તેમણે માલવપતિ સુભટવર્મનને કહ્યું : “પૂર્વના સ્વામીની પશ્ચિમ વિજયની આશા વાસ્તવમાં તેમના વિનાશનું કારણ બનશે.”
ગુર્જર રાજ્યના પ્રધાનામાત્યની આ વાત સાંભળી સુભટવર્મનને મનમાં થયું કે - “આક્રમણથી લાભ નહિ પણ હાનિ થવાની સંભાવના વિશેષ છે. તેથી તે યુદ્ધ કર્યા વગર પોતાના રાજ્ય તરફ પાછા વળ્યા.
વિ. સં. ૧૨૩૫ થી વિ. સં. ૧૨૯૮ સુધીના ૬૩ વર્ષના શાસનકાળ દરમિયાન ગુર્જરેશ્વર ભીમને મહારાજા કુમારપાળના માસિયાઈ ભાઈ સામંત આનાક ભૂપના પુત્ર લવણપ્રસાદ અને લવણપ્રસાદના પુત્ર વીર ધવલ, તરફથી પ્રસંગોપાત્ત કે સંકટસમયે નાની-મોટી સહાયતા મળતી રહી. બાહા આક્રમણોથી આ બંને પિતા-પુત્રએ ગુજરાતની રક્ષા કરી. લવણપ્રસાદ રાજા ભીમના અંતિમ દસ વર્ષો છોડીને વિ. સં. ૧૨૮૮ સુધી લગભગ ૫૩ વર્ષ સુધી ચાલુક્ય-રાજના પ્રશાસનના પ્રધાન બની રહ્યા. વિ. સં. ૧૨૮૮માં તેઓ સેવાનિવૃત્ત થયા કે એમનો પુત્ર વિર ધવલ સંપૂર્ણ ગુર્જર રાજ્યનો એક રીતે રાજાતુલ્ય સર્વોપરી શાસક બની ગયો.
૧૫૮ હિ96969696969696969696ી જેન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૪)|