________________
| અમુક પ્રમુખ ગચ્છ ખoો આયાર્યા
(ખરતરગચ્છ) ઉપલબ્ધ ઐતિહાસિક સામગ્રીના પરિપ્રેક્ષ્યમાં વિચાર કરવાથી એ તથ્ય પ્રકાશમાં આવે છે કે વર્તમાનમાં શ્વેતાંબર પરંપરામાં જેટલા ગચ્છ છે, એમાં વર્ધમાનસૂરિ અને એમના શિષ્ય જિનેશ્વરસૂરિના અદ્ભુત સાહસના પરિણામ સ્વરૂપ વિક્રમની અગિયારમી શતાબ્દીના ઉત્તરાર્ધમાં પ્રગટ થયેલ અને કાળાંતરે ખરતરગચ્છ' ના નામથી પ્રખ્યાત થયેલા ખરાગચ્છ સહુથી પ્રાચીન ગચ્છે છે. સર્વાધિક પ્રાચીન હોવાની સાથેસાથે ખરતરગચ્છ જિનશાસનના અભ્યદય - ઉત્થાન માટે જૈન ધર્મના વાસ્તવિક આગમિક સ્વરૂપને થોડા અંશોમાં પુનઃ પ્રકાશમાં લાવવાની દિશામાં પણ મહત્ત્વપૂર્ણ, ઉલ્લેખનીય અને ઐતિહાસિક યોગદાન આપ્યું જે જૈન ધર્મના ઇતિહાસમાં સદા-સર્વદા સુવર્ણ અક્ષરમાં લખાતું રહેશે.
તપાગચ્છ પટ્ટાવલી અને ઉપાધ્યાય ધર્મસાગરગણિ દ્વારા રચિત “પ્રવચન પરીક્ષા' નામના ગ્રંથમાં વિ. સં. ૧૨૦૪માં ખરતરગચ્છની ઉત્પત્તિનો ઉલ્લેખ છે. પરંતુ તેમાં સાંપ્રદાયિક પૂર્વાભિનિવેશની સાથે ગચ્છ વ્યામોહની ગંધનો સ્પષ્ટ રૂપે આભાસ થાય છે.
યશસ્વી ખરતરગચ્છ વિરુદ્ધ વિષવમન કરનારાઓએ એને ઔષ્ટ્રિક-ગચ્છ', “ચામુંડિકગચ્છ' આદિ અશોભનય ઉપમાઓથી ઓળખાવતા કહ્યું કે – દ્રવ્ય સાધુ જિનદત્ત(દાદા જિનદત્તસૂરિ)થી જ વિક્રમ સં. ૧૨૦૪માં ખરતરગચ્છ' પ્રચલિત થયો અને ઔષ્ટ્રિકગચ્છ, ચામુંડિકગચ્છ અને ખરતરગચ્છ - આ ત્રણેય નામ જિનદત્તસૂરિના સમયથી જ પ્રચલિત થયા. પરંતુ પ્રમાણોથી પરિપુષ્ટ વાસ્તવિકતા એ છે કે વિ. સં. ૧૦૮૦માં જ્યારે પાટણપતિ ચાલુક્યરાજ દુર્લભસેનની રાજસભામાં ચૈત્યવાસીઓની સાથે વર્ધમાનસૂરિના શિષ્ય જિનેશ્વરસૂરિનો શાસ્ત્રાર્થ થયો, એ વખતે જિનેશ્વરસૂરિના આગમસંમત વિચારો સાંભળી અને એમના દ્વારા ચૈત્યવાસીઓને શાસ્ત્રાર્થમાં પરાજિત કરવાની ઘટનાથી પ્રભાવિત થઈને દુર્લભસેને વર્ધમાનસૂરિ, જિનેશ્વરસૂરિ આદિની ભરપૂર પ્રશંસા કરતાં કહ્યું હતું: આ ખરા છે.” જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૪) 999999999999 ૧૫૯ |