________________
પોતાના પ્રાણની હયાતી દરમિયાન અગ્નિકાયના જીવોની વિરાધના શું કામ કરું?”
એક જ ક્ષણમાં આ રીતે વિચાર કરી એમણે પોતાના ડાબા હાથે પોતાની જીભ પકડીને બહાર ખેંચી કાઢી અને જમણા હાથે દાઢી પર તીવ્ર પ્રહાર કરી જીભ કાપી નાખી, તેઓ જમીન પર પડી ગયા અને સમાધિપૂર્વક સ્વર્ગારોહણ કર્યું.
આ મુનિહત્યાના જઘન્યકૃત્ય ઉપરાંત પણ અધમરાજા અભયદેવની ભૂખ શાંત ન થઈ. તે ગુજરાતના મહાયશસ્વી મહામાત્યા ઉદયનના પુત્ર આપ્રભટ્ટને મારવાની તાકમાં રહેવા લાગ્યો. આમ્રભટ્ટ પોતાના સમયના એક અપ્રતિમય યોદ્ધા, સેનાપતિ ને દાનવીર હતા. એમણે અનેક યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરી ગુર્જર રાજ્યની શ્રીવૃદ્ધિ અને સીમાવૃદ્ધિ કરી. જિનશાસન પ્રત્યે એની શ્રદ્ધા પ્રગાઢ ને સ્તુત્ય હતી. આચાર્ય હેમચંદ્ર અને કુમારપાળનો એ ગાઢ પ્રીતિપાત્ર હતો. બસ એ કારણથી જ અભયદેવ સદાય એનાથી અસંતુષ્ટ રહેતા હતા.
એક દિવસ અજયદેવના સલાહકારના કહેવાથી આમ્રભટ્ટને રાજસભામાં બોલાવવામાં આવ્યા. સલાહકારોએ આપ્રભટ્ટને કહ્યું કે - “તેઓ અભયદેવને પ્રણામ કરે.” સ્વાભિમાની આદ્મભટ્ટ તરત ઉત્તર આપ્યો : “આ આદ્મભટ્ટ દેવાધિદેવ વિતરાગ ભગવાન, ગુરુ તરીકે મહર્ષિ હેમચંદ્રસૂરિ અને સ્વામીભાવથી મહારાજા કુમારપાળને જ આ જન્મમાં નમસ્કાર કરે છે, અન્ય કોઈને નહિ.”
આદ્મભટ્ટની આ સાહસપૂર્ણ સ્પોક્તિથી અભયદેવ ક્રોધિત થઈ ગયો. એણે ઉત્તેજિત સ્વરમાં આદ્મભટ્ટને યુદ્ધ માટે પડકાર્યા. આદ્મભટ્ટ તરત પોતાના ઘર તરફ પાછા ફર્યા. જિનેશ્વરની પ્રતિમાને નમન કરીને એમણે આજીવન અનશનવ્રત અંગીકાર કરી પોતાના મુદ્દીભર સૈનિકો સાથે રાજમહેલ તરફ પ્રયાણ કર્યું અને અજયદેવના અંગરક્ષકો પર આક્રમણ કર્યું. ક્ષણભરમાં જ રાજમહેલ રણમેદાનમાં બદલાઈ ગયો. અનેક યોદ્ધાઓનો સંહાર કરી આપ્રભટ્ટ પોતાના સ્વાભિમાનની રક્ષા કરતાં અંતે પોતાના હાથે જ મૃત્યુનું વરણ કરી પરલોકવાસી થઈ ગયા. ૧૫૦ 29696969696969696963 જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૪) |