________________
( અજયદેવ)
ગુર્જરનરેશ પરમાઈત મહારાજા કુમારપાળ પછી વિ. સં. ૧૨૩૦ (વિ. નિ. સં. ૧૭૦)માં અજયદેવ વિશાળ ગુર્જર રાજ્યના રાજસિંહાસન પર આરૂઢ થયા. એમનો ૩ વર્ષનો અલ્પસમયનો શાસનકાળ ગુર્જર રાજ્યની સંપૂર્ણ પ્રજા માટે અને વિશેષતઃ જૈન ધર્મના અનુયાયીઓ માટે ખૂબ ત્રાસદાયક હતો.
અજયદેવે શાસનની બાગડોર સંભાળતાં જ પોતાના પૂર્વજોએ નિર્માણ કરેલ દેવમંદિરોને ધ્વંસ કરાવવાનું શરૂ કરી દીધું. ત્યાર બાદ અભયદેવે દિવંગત મહારાજા કુમારપાળ અને સ્વર્ગસ્થ હેમચંદ્રસૂરિનાં પ્રીતિપાત્રોને યમસદન પહોંચાડવાનું કાર્ય પોતાના હાથમાં લીધું.
અજયદેવે કુમારપાળના પરમ વિશ્વાસપાત્ર અને સ્વર્ગીય આચાર્ય હેમચંદ્રના પરમ પ્રીતિપાત્ર લબ્ધ પ્રતિષ્ઠિત વિદ્વાન કપર્દિ નામના મંત્રીને સર્વપ્રથમ છલ-છવપૂર્વક મારવાનું ષડયંત્ર રચ્યું. એમણે કપર્દિ મંત્રીને પોતાની પાસે બોલાવીને મહામાત્યપદ પર બેસાડ્યા. એક રાત્રે રાજાએ મહામાત્યને મંત્રણા માટે બોલાવી કેદ કરી લીધા અને આગ પર ઊકળતા તેલની કડાઈમાં નાખી દીધા. આમ આર્યભૂમિના એક મહાન સેનાનીના પ્રાણનો અંત લાવવામાં આવ્યો.
ગુર્જરાધિપતિ અજયદેવના માથે હત્યાનું ભૂત સવાર હતું. મહામાત્ય કપર્દિના પ્રાણ લઈને તેની માનવહત્યાની ભૂખ શાંત નહોતી થઈ. એણે આચાર્ય હેમચંદ્રના પટ્ટધર, એકસો પ્રબંધોની રચના કરનાર મહાન ગ્રંથકાર અને વિદ્વાન આચાર્ય રામચંદ્રસૂરિને બોલાવ્યા અને ધગધગતી તાંબાની પટ્ટી પર ધકેલી એમના પ્રાણનો અંત લાવવાની ક્રૂરતાપૂર્ણ ચેષ્ટા કરતાં એમને કહ્યું: “મુનિ આ તાંબાની પટ્ટી પર ઊભા થઈ જાવ.” - આચાર્યશ્રી રામચંદ્રએ પ્રચંડ અગ્નિથી તપ્ત લાલઘૂમ તાંબાની વિશાળ પાટને જોતાં જ વિચાર કર્યો - “મેં પંચમહાવત ધારણ કર્યા છે. મેં ષજીવ નિકાયનાં પ્રાણીઓની સૂક્ષ્માતિસૂક્ષ્મ હિંસાથી જીવનપર્યત અલગ રહેવાનો નિર્ણય લીધો છે. પછી હું પંચમહાવ્રતધારી થઈને જૈન ધર્મનો મલિક ઇતિહાસ (ભાગ-૪) 99933696969696969. ૧૫૫]