________________
પ્રગટ કરી, એનું જ્વલંત પ્રમાણ છે કુમારપાળ દ્વારા બનાવવામાં આવેલું “કરંબ-વિહાર.” પોતાના પ્રાણની રક્ષા માટે કુમારપાળ જે વખતે વન-વન ભટકતા રહ્યા, એ વખતે ત્રણ દિવસ સુધી તેમને ક્યાંય ભોજન નહોતું મળ્યું. એ વખતે સાસરીથી પાલખીમાં બેસી પિયર જતી એક મહિલાએ ત્રણ દિવસના ભૂખ્યા કુમારપાળને સ્વાદિષ્ટ કરબ આદિ પકવાનનું ભોજન કરાવ્યું હતું. વિશાળ ગુર્જર રાજ્યના રાજસિંહાસન પર આરૂઢ થયા પછી પણ કુમારપાળ એ મહિલા દ્વારા પ્રાપ્ત થયેલા કરંબને ભૂલ્યા નહિ અને એ ઘટનાની સ્મૃતિમાં એમણે અણહિલપુર-પાટણમાં “કરંબ-વિહાર'નું નિર્માણ કરાવ્યું. '
મહારાજા કુમારપાળે બોધિરત્ન પ્રદાન કરનાર આચાર્ય હેમચંદ્રસૂરિ પ્રત્યે પોતાની કૃતજ્ઞતાને ચિરસ્થાયી બનાવવાના હેતુથી સાલિગવસતિ પ્રાસાદનો, જ્યાં હેમચંદ્રસૂરિએ શ્રમણધર્મની દીક્ષા ગ્રહણ કરી હતી, વિપુલ ધનરાશિ વ્યય કરી જીર્ણોદ્ધાર કરાવ્યો અને ત્યાં રત્નમય જિનબિંબની પ્રતિષ્ઠાપના કરી.
૧૮ દેશોમાં અમારિ ઘોષણા અને ૧૪૪૦ વિહારોનું નિર્માણ કરાવી દિદિગંતવ્યાપિની વિપુલ કીર્તિ અજિત કરી લીધા પછી પણ મહારાજા કુમારપાળના મન-મસ્તિષ્કમાં એવી ઉત્કૃષ્ટ અભિલાષા હતી કે તે પણ સંવત્સર પ્રવર્તક વિક્રમાદિત્યની જેમ અક્ષયકીર્તિ ઉપાર્જિત કરે. કુમારપાળે પોતાના પરમારાધ્ય સમર્થ ગુરુ આચાર્ય હેમચંદ્રસૂરિને આ પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત કરાવવા માટે અનેક વાર વિનંતી કરી.
કુમારપાળના અવિરત અનુરોધના પરિણામે હેમચંદ્રસૂરિએ પોતાના ગુરુ દેવચંદ્રસૂરિની સેવામાં કુમારપાળ અને પાટણ સંઘના માધ્યમથી વિનય પત્રિકા મોકલી પ્રાર્થના કરી કે - “સંઘનાં એક અત્યંત મહત્ત્વપૂર્ણ કાર્યના નિષ્પાદન માટે આપ એક વખત અણહિલપુરપાટણ પધારવાની કૃપા કરો.” પત્રિકા પ્રાપ્ત થઈ કે ગુરુજી એમ સમજ્યા કે સંઘનું કોઈ મહત્ત્વપૂર્ણ કાર્ય હશે. થોડા દિવસોમાં તેઓ પાટણ પહોંચ્યા અને તેમણે મહારાજા કુમારપાળ અને પોતાના શિષ્ય હેમચંદ્રસૂરિને પૂછ્યું કે - “સંઘનું શું કાર્ય છે ? કુમારપાળ અને ૧૫૦ 0િ9969696969696969696જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૪)|