________________
એ અમારિની પ્રભાવી પરિપાલના માટે સમગ્ર રાજ્યમાં એવી સુદઢ અને પૂર્ણ સંવેદનશીલ વ્યવસ્થા કરી કે સૂક્ષ્માતિસૂક્ષ્મ જીવ-જંતુને અમારિ ઘોષપ્ત પછી જાણી-બૂજીને મારનાર અપરાધીને તરત દંડિત કરવામાં આવતો, એનું એક ખૂબ રોચક અને પુષ્ટ ઐતિહાસિક પ્રમાણ પ્રબંધ ચિંતામણિ'માં આજે પણ ઉપલબ્ધ છે.
કુમારપાળ દ્વારા અમારિની ઘોષણા પછીની ઘટના છે કે સપાદલક્ષ દેશના એક શ્રેષ્ઠીએ કેશસંમાર્જન સમયે એની પત્ની દ્વારા એના હાથમાં રાખવામાં આવેલી એક જૂ મસળી નાખેલી. પોતાની પ્રિયાને આ જૂ દ્વારા ખૂબ પરેશાન કરવામાં આવે છે.” એમ કહી જૂને મસળી નાખનાર શ્રેષ્ઠી દ્વારા પોતાના દોષનો સ્વીકાર થયો, એટલે મહારાજા કુમારપાળે કહ્યું : “પાપનું પ્રાયશ્ચિત્ત પુણ્યાર્જનથી થાય છે, તમારા દ્વારા ઉપાર્જિત દ્રવ્યથી એક વિહારનું નિર્માણ કરાવી દો, એ જ તમારા દ્વારા રાજઆજ્ઞાના ઉલ્લંઘનનો દંડ છે. એ વિહારમાં ચિરકાળ સુધી ધર્મારાધના થતી રહેશે અને એમાં તમને પુણ્યનો લાભ થશે.”
સપાદલક્ષ દેશના એ શ્રેષ્ઠીએ રાજાના આદેશનો સ્વીકાર કરીને પોતાની મૂડીમાંથી પાટણમાં એક વિશાળ ભવ્ય વિહારનું નિર્માણ કરાવ્યું. એ વિહારનું નામ મૂકા-વિહાર” રાખવામાં આવ્યું. - કુમારપાળે પોતાના દ્વારા પણ આ રીતની જીવહિંસા થઈ હોય તો તેનું પણ પ્રાયશ્ચિત્ત કરતાં પોતાની રાજસભામાં કહ્યું : “વનમાં ભટકતી વખતે મેં એક ઉંદર દ્વારા તેના દરની બહાર રાખવામાં આવેલી ૨૦ રજત મુદ્રાઓ ઉઠાવી લીધેલી. પોતાના ધનનાં અપહરણથી એ ઉંદરના હૃદય પર એવો આઘાત થયો કે એ તરત તરફડીને મરી ગયો. મારા કારણે એ ઉંદરનું મૃત્યુ થયું. એ પાપના પ્રાયશ્ચિત્ત સ્વરૂપે મારા પોતાના દ્રવ્યમાંથી એક વિહારનું નિર્માણ કરવામાં આવે અને એ વિહારનું નામ “મૂષક-વિહાર' રાખવામાં આવે.” પોતાના આ સંકલ્પ અનુસાર મહારાજા કુમારપાળે અણહિલપુર-પાટણમાં પોતાના નિજી દ્રવ્યકોષમાંથી એક ભવ્ય “મૂષક-વિહાર'નું નિર્માણ કરાવ્યું.
કુમારપાળની કૃતજ્ઞતાનાં અનેક ઉદાહરણ જોવા મળે છે. સાધારણમાં સાધારણ ઉપકાર કરનાર પ્રત્યે પણ તેમણે પોતાની કૃતજ્ઞતા જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૪) 9696969696969696969699 ૧૪૯ |