________________
હેમચંદ્રસૂરિ પાસેથી ગ્રહણ કરતી વખતે આ કરને સંપૂર્ણ રીતે સદાયને માટે રદ કર્યો.
જિનશાસનના અભ્યુત્થાન, ઉત્કર્ષ, પ્રચાર અને પ્રસારની તીવ્ર અભિલાષાથી કુમારપાળે હેમચંદ્રસૂરિને પ્રાર્થના કરી કે - ‘તેઓ ઉત્કૃષ્ટ સાહિત્યના નિર્માણથી જિનશાસનના સાહિત્ય ભંડારની શોભા વધારે.' કુમારપાળની પ્રાર્થનાનો સ્વીકાર કરી હેમચંદ્રસૂરિએ ઉત્કૃષ્ટ કોટિના મૌલિક સાહિત્યનું નિર્માણ કરવાનો પ્રારંભ કર્યો. આચાર્યશ્રીને સાહિત્ય સંશોધનમાં સહાયતા માટે કુમારપાળે કાશ્મીર રાજ્યથી પ્રાચીન ગ્રંથોનો વિશાળ સાહિત્ય ભંડાર પોતાના હાથીઓ પર લાદીને મંગાવ્યો.
સાહિત્યનિર્માણ માટે પરમાવશ્યક પ્રામાણિક અને પ્રાચીન સામગ્રી ઉપલબ્ધ થઈ ગયા બાદ હેમચંદ્રસૂરિએ ‘ત્રિષષ્ટિ શલાકાપુરુષ ચરિત્ર' નામના અતિ વિશાળ મહાકાવ્યની રચના કરી. જેમાં ચોવીસ તીર્થંકરો, ગણધરો, બાર ચક્રવર્તીઓ, નવ વાસુદેવો, નવ બળદેવો અને નવ પ્રતિવાસુદેવોનાં જીવન ચરિત્ર વિસ્તારપૂર્વક અતિ સુગમ અને રોચક શૈલીમાં આપવામાં આવ્યાં છે. હેમચંદ્રસૂરિએ માનવમાત્ર માટે પરમોપયોગી લોકશાસ્ત્રની રચના કરી. એમના દ્વારા રચિત સાહિત્ય ઘણું વિશાળ છે. આચાર્યશ્રી દ્વારા રચિત જે ગ્રંથો વર્તમાનમાં ઉપલબ્ધ છે. તેની યાદી આચાર્યશ્રીના જીવનવૃત્તમાં પ્રસ્તુત ગ્રંથમાં આપેલી છે.
પરમાર્હત મહારાજા કુમારપાળે પોતાના અધીનસ્થ ૧૮ દેશોમાં ૧૪ વર્ષ માટે અમારિની ઘોષણા કરી જૈન ધર્મના આધારભૂત સિદ્ધાંત અહિંસા પ્રત્યે જન-જનના મનમાં અનુરાગ ઉત્પન્ન કર્યો. આ રીતે પ્રાણીમાત્ર પ્રત્યે કરુણા અને મૈત્રીભાવનું ઉદાહરણ અનેક શતાબ્દીઓના ભારતના ઇતિહાસમાં અન્યત્ર ક્યાંય દૃષ્ટિગોચર થતું નથી. એ ૧૮ દેશોમાં બધા મળીને ૧૪૪૦ અતિ ભવ્ય વિહારોનું નિર્માણ પણ કુમારપાળે કરાવ્યું.
ચાલુક્ય ચૂડામણિ મહારાજા કુમારપાળ દ્વારા પોતાને આધીન ૧૮ દેશોમાં થયેલી અમારિ ઘોષણા સુંદર, નક્કર અને અનુલ્લંઘનીય હતી. ઊઊઊ જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૪)
૧૪૮ ૭૭૭