________________
હેમચંદ્રસૂરિએ નિવેદન કર્યું : “ભગવાન ! જિનશાસનની પ્રભાવના માટે આપ સુવર્ણસિદ્ધિનું રહસ્ય બતાવવાની કૃપા કરો.”
પોતાના શિષ્ય હેમચંદ્રસૂરિની સુવર્ણસિદ્ધિ વિષયક પ્રાર્થના સાંભળતાં જ શાંત-ધીર આચાર્ય દેવચંદ્રસૂરિ ખૂબ પ્રકોપિત થયા અને હેમચંદ્રસૂરિને પોતાનાથી દૂર ધકેલતા બોલ્યા : “તું આ સિદ્ધિ માટે નિતાંત અયોગ્ય છે. અયોગ્ય વ્યક્તિને આ વિદ્યા કઈ રીતે આપી શકાય? તને આ વિદ્યા કોઈ પણ સંજોગોમાં નહિ મળી શકે.” ત્યાર બાદ મહારાજા કુમારપાળ તરફ ફરીને દેવચંદ્રસૂરિએ કહ્યું : “રાજન્ ! આપનું એવું પ્રબળ ભાગ્ય નથી કે આપને સુવર્ણસિદ્ધિ જેવી વિદ્યા સિદ્ધ થાય. આપે ૧૮ દેશોમાં અમારિની ઘોષણા દ્વારા અને પૃથ્વીને જિનમંદિરોથી મંડિત કરાવી વિપુલ પુણ્ય અર્જિત કરી ઈહલોક અને પરલોક - ઉભય લોકને સુધારી લીધા છે. હવે આનાથી વિશેષ શું જોઈએ?”
પોતાના શિષ્ય આચાર્ય હેમચંદ્રસૂરિ અને ચાલુક્યરાજ કુમારપાળને આ રીતે ઉત્તર આપી, આચાર્ય દેવચંદ્રસૂરિએ પાટણથી વિહાર કરી લીધો અને વિહારક્રમમાં જ્યાં હતા ત્યાં પાછા ફર્યા.
| હેમચંદ્રસૂરિ અને કુમારપાળની બાબતમાં સુવર્ણસિદ્ધિની આકાંક્ષાનું કથાનક જૈન સાહિત્યમાં સદીઓથી ચાલ્યું આવે છે, એ વાત્સવમાં કુમારપાળની જૈન ધર્મને જનધર્મ કે વિશ્વધર્મ બનાવવાની ઉત્કટ અભિલાષાનું જ રૂપક તુલ્ય પ્રતીક પ્રતીત થાય છે.
મહારાજા કુમારપાળની સહુથી મોટી વિશેષતા એ હતી કે તેઓ સંપૂર્ણ જિનશાસનને એકતાના સૂત્રથી બંધાયેલું જોવા ઇચ્છતા હતા. પોતાના સમયમાં વિભિન્ન ગચ્છોના અનુયાયીઓ અને ગણધરોમાં પારસ્પરિક મતભેદ, વૈમનસ્ય, નાની-નાની વાતને લઈને કલહ, શ્રમણ સમાચારીઓમાં એકરૂપતાનો અભાવ, પાક્ષિક પ્રતિક્રમણની તિથિઓ માટે પરસ્પર સંઘર્ષ અને વિદ્વેષપૂર્ણ કટુ વાતાવરણથી કુમારપાળને દુઃખ થતું હતું. એમણે આ પ્રકારના સંઘર્ષ અને કટુતાના નિવારણ માટે અનેક વખત પ્રયાસ પણ કર્યો. આચાર્ય હેમચંદ્રસૂરિ દ્વારા સોમેશ્વર જિન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૪) 99999999999 ૧૫૧ |