________________
ઉદયનદેવના ‘વાહડ’ નામના પુત્રને મહારાજ જયસિંહે પોતાના જીવનના સંધ્યાકાળમાં પોતાના પુત્રની જેમ જ માની લીધો હતો. વાહડકુમારનો રાજ્યના મુખ્ય અધિકારીઓ, કર્મચારીઓ અને રાજભવનના સેવકો અને રાજ્યના અન્ય ગણમાન્ય પ્રમુખ નાગરિકો પર પર્યાપ્ત પ્રભાવ હતો. એના સિવાય વાહડકુમાર મહારાજ જયસિંહનો કૃપાપાત્ર વરદપુત્ર હોવાના કારણે ગુર્જર રાજ્યનાં અનેક રહસ્યોથી પણ અવગત હતા. એમનાથી કુમારપાળનું રાજ્યના સિંહાસન પર આરૂઢ થવાનું સહન થયું નહિ, તેથી કુમારપાળને ગાદી પરથી ખસેડવા વાહડકુમાર સપાદલક્ષ(હાલ સાંભર)નરેશનો સેનાપતિ થઈ ગયો કુમારપાળને સપાદલક્ષનરેશની સાથે ભીષણ યુદ્ધમાં ગૂંચવી દીધો. પણ યુદ્ધમાં કુમારપાળનો વિજય થયો. વિજય પ્રાપ્ત કરી લીધા પછી કુમારપાળે વિદ્રોહી સામંતો અને સેનાનાયકોને કડક સજા કરી અને તેમની જગ્યાએ સાચા દેશભક્ત અને સ્વામીભક્તોને નિયુક્ત કર્યા.
એક વખત કુમારપાળે પોતાના સ્વામીભક્ત મંત્રી અંબડને કોંકણ રાજ્યના મહારાજા મલ્લિકાર્જુન સાથે યુદ્ધ કરાવ્યું. એ યુદ્ધમાં સેનાપતિ અંબડે મલ્લિકાર્જુનના મસ્તકને કાપી નાખ્યું અને યુદ્ધમાં વિજય મેળવ્યો. એણે મલ્લિકાર્જુનના મસ્તકને સુવર્ણ-પત્તાથી વીંટાળીને કોંકણની બહુમૂલ્ય ધનરાશિની સાથે લઈ પાટણ તરફ પ્રસ્થાન કર્યું. રાજસભામાં ઉપસ્થિત થઈને કુમારપાળના સિંહાસન સન્મુખ થઈ મલ્લિકાર્જુનનું માથું એમનાં ચરણોમાં મૂક્યું અને પોતે શીશ નમાવ્યું. કોંકણ દેશથી લાવવામાં આવેલ અપાર ધનરાશિ પણ સેનાપતિ અંબડે પોતાના સ્વામીને ભેટ આપી. ચાલુક્યરાજ કુમારપાળ અંબડના શૌર્યથી ખૂબ પ્રસન્ન થયા અને તેમણે અનેક ગામની જાગીર પ્રદાન કરી સન્માનિત કર્યો.
માલવ રાજ્યની વ્યવસ્થાને સુદૃઢ બનાવવા અને અધિકાધિક જનકલ્યાણકારી શાસન - હેતુ મહારાજા કુમારપાળ માલવ રાજ્યનાં વિભિન્ન ક્ષેત્રોમાં પ્રજાજીવનના પ્રવાહોનો તાગ લેતા હતા, એ સમયે અણહિલપુર-પાટણમાં આચાર્ય હેમચંદ્રસૂરિની સંસારપક્ષે માતા અને સાધ્વીપ્રમુખા પાહિની મહાસતીજીએ આયુષ્યનો અંતિમ સમય જાણી સંલેખનાપૂર્વક સંથારો લીધો. આ અવસરે આચાર્ય હેમચંદ્રસૂરિએ એક જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૪) ૭૭૯
૧૪૧