________________
ચૂિર્વ ચીઠિકા
(દિન ખોજ તિન પાઇયા )
જૈન ધર્મના ભોગયુગ અને કર્મયુગના સંગમકાળથી પ્રારંભ કરીને શ્રમણ ભગવાન મહાવીરના નિર્વાણોત્તર ૧૪૭૫ વર્ષ સુધીના અતિ સુદીર્ઘકાળનો ઇતિહાસ પ્રસ્તુત ગ્રંથમાળાના ત્રણ ભાગોમાં સંક્ષિપ્ત શૈલીમાં પ્રકાશિત થઈ ચૂક્યા છે. પ્રસ્તુત ચતુર્થ ભાગમાં વીર નિવણ સંવત ૧૪૭૬થી વીર નિર્વાણ સંવત ૨૦૦૦ સુધીના ઇતિહાસનો સમાવેશ કરવામાં આવ્યો છે. અહીં પણ આચાર્યશ્રી દ્વારા પ્રારંભથી અપનાવવામાં આવેલ રીત મુજબ ધર્મઇતિહાસની સાથોસાથ સામાજિક અને રાજનૈતિક ઇતિહાસ પણ. પ્રસ્તુત થયો છે.
આ ગ્રંથમાળાના પ્રથમ પુષ્પમાં પ્રથમ તીર્થકર ભગવાન ઋષભદેવથી લઈને અંતિમ તીર્થકર ભગવાન મહાવીરના નિર્વાણકાળ સુધીને જેન ધર્મનો અને તેની સાથે જ ભારતના તત્કાલીન રાજનૈતિક અને સામાજિક ઇતિવૃત વિશે સંક્ષેપમાં જાણકારી આપી છે. આ સમયગાળાના જૈન ધર્મના ઇતિહાસને અર્થાત્ તીર્થકરકાળના ઇતિહાસને જૈન ધર્મનો સુવર્ણયુગ કહેવામાં આવે છે.
ગ્રંથમાળાના દ્વિતીય ભાગમાં ભગવાન મહાવીરના નિર્વાણથી ઉત્તરવર્તીકાળનો, વીર નિર્વાણ સંવત ૧ થી વીર નિર્વાણ સંવત ૧૦૦૦ સુધીના જૈન ધર્મનો ઇતિહાસ આવરી લીધો છે. જેમાં જૈન ધર્મના ઇતિહાસની સાથે-સાથે એક હજાર વર્ષના ભારતનો રાજનૈતિક અને યથાશક્ય સામાજિક ઈતિવૃત્તને પણ સાંકળી લીધેલ છે. આ સમયના જૈન ધર્મના ઇતિહાસને કેવળીકાળ, ચતુર્દશ પૂર્વધરકાળ, દશ પૂર્વધરકાળ અને સામાન્ય પૂર્વધરકાળ એમ ચાર વર્ષોમાં વિભાજિત કરેલ છે.
૬ 96969696969696969696969 જેન ધર્મનો મૌલિક ઇતિહાસ: (ભાગ-૪) |