________________
વીર નિર્વાણની ત્રીજી શતાબ્દીના ચોથા દાયકાની આસપાસ આર્ય મહાગિરિ અને આર્ય સુહસ્તીના સમયમાં સંઘભેદની એકાદ અપવાદરૂપ ઘટના ઘટી. ત્યાર બાદ વિર નિર્વાણ સં. ૬૦૯ની આસપાસ ભગવાન મહાવીરનાં સંઘમાં દિગંબર, યાપનીય અને શિથિલાચારોભુખી ચૈત્યવાસી પરંપરાઓનાં બીજ મંડાયાં. એ છતાં પણ ભગવાન મહાવીરનો ધર્મસંઘ એકતા અને અખંડિતતાપૂર્વક પોતાની વિશુદ્ધ અને મૂળ શાસ્ત્રીય પરંપરાના પ્રચાર-પ્રસારના માધ્યમથી જનકલ્યાણની કામગીરીમાં એક મહાનદીના પ્રવાહની જેમ ગતિશીલ રહ્યો.
ત્રીજા ભાગની વાત કરીએ તો, એમાં દિગબરસંઘની ભટ્ટારક પરંપરાનો ઉદ્દભવકાળ અને પ્રારંભની રોમાંચક કથા અને પરંપરાના વિકાસ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. જેમાં જૈનો સમક્ષ એવાં મહત્ત્વપૂર્ણ તથ્યોને મૂકવામાં આવ્યાં છે કે, જેનાથી જૈન સમાજના દરેક સંઘ અને સંઘોના વિદ્વાનો પણ તદ્દન અજાણ હતા. આ ભાગમાં ભટ્ટારક પરંપરાના સંસ્થાપક આચાર્ય માઘનંદી, કોલ્હાપુરના શિલાહારવંશીય રાજા ગંડસદિત્ય અને તેના સેનાપતિ નિંબદેવની બાબતમાં જે પરિચય આપવામાં આવ્યો છે, તે વાતની પુષ્ટિ કોલ્હાપુર વિસ્તારમાંથી મળેલ પાંચ શિલાલેખોથી થાય છે. એમાં આચાર્ય માઘનંદીની દૂરદર્શિતાપૂર્ણ અદ્ભુત સૂઝ વિશે પ્રકાશ પાડવામાં આવ્યો છે. એમણે શ્રમણ-શ્રમણીઓ અને પ્રચારકોના અભાવમાં ક્ષીણ થતી જતી જૈન પરંપરાના અભ્યદય માટે વિશાળ ભારતના જુદા-જુદા પ્રાંતોનાં મધ્યભાગમાં ભટ્ટારક પરંપરાની પચીસ પીઠની સ્થાપના કરી જૈનોની સૃષ્ટિમાં પુનઃ અભિનવ જાગરણ, ઉત્સાહ અને ચેતનાનો સંચાર કર્યો.
ભટ્ટારક પરંપરાની જેમ શ્રમણ ભગવાન મહાવીરના ધર્મસંઘની વિલુપ્ત યાપનીય પરંપરા પર પણ અભિનવ પ્રકાશ પાડવામાં આવ્યો છે, જે વીર નિર્વાણની સાતમી શતાબ્દીના પ્રથમ દાયકાથી લઈને વીર નિર્વાણની વીસમી સદીના પ્રથમ ચરણ સુધી જૈન ધર્મના પ્રચાર-પ્રસાર માટે તત્પરતાપૂર્વક સક્રિય રહી. જિન ધર્મનો મૌલિક ઈતિહાસ (ભાગ-૪) 9969696969696969690 0 |