________________
૧૮૮
૧૯ ત્રિષષ્ટિ શલાકાપુરુષ ચરિત્ર, મહાકાવ્ય, ૧૦પર્વ ૩૨૦૦૦ ૨૦ પરિશિષ્ટ પર્વ
૩૫૦૦ ૨૧ યોગશાસ્ત્ર
૧૨૭૫૦ ૨૨ વીતરાગ સ્તોત્ર ૨૩ અન્ય યોગ વ્યવચ્છેદ દ્વાર્નાિશિકા (કાવ્ય) ૨૪ અયોગ વ્યવચ્છેદ કાર્નાિશિકા કાવ્ય ૨૫ મહાદેવ સ્તોત્ર
આચાર્ય હેમચંદ્રની આ કૃતિઓથી જ અનુમાન લગાવી શકાય કે તેઓ કેટલા મહાન ગ્રંથકાર હતા. ૬૩ વર્ષના સુદીર્ઘ આચાર્યકાળ દરમિયાન એમણે નિરંતર સરસ્વતીની ઉપાસના કરતાં-કરતાં જન-જનનાં અંતર્મન પર જૈન ધર્મના સિદ્ધાંતોની અમિટ છાપ અંકિત કરી જિનશાસનની પ્રતિષ્ઠા વધારી. . છેવટે પોતાનો અંતિમ સમય નજીક જોઈ પોતાના યુગના મહાન યોગી હેમચંદ્રાચાર્યે પરમહંત મહારાજા કુમારપાળ, પોતાના શિષ્યો અને સંઘ પ્રમુખોને આમંત્રિત કરી એમને જિનશાસનની સેવામાં ઉત્તરોત્તર સંલગ્ન રહેવાનું ઉદ્ધોધન આપી પોતાના દોષોની આલોચના કરી સંલેખનાપૂર્વક સંથારો કર્યો. સંસારનાં પ્રાણીમાત્ર પ્રત્યે ક્ષમાયાચના કરી, સર્વજીવો પ્રત્યે મૈત્રીભાવ પ્રગટ કરી આત્મરમણમાં લીન આચાર્ય હેમચંદ્રસૂરિએ વિક્રમ સં. ૧૨૨૯માં ૮૪ વર્ષની આયુ પૂર્ણ કરી સમાધિપૂર્વક સ્વર્ગારોહણ કર્યું.
જિન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-) 000000000000 ૧૩૩]
: (
૧૩૩