________________
'સિદ્ધરાજ જયસિંહ અળે કુમાયાળ
(સિદ્ધરાજ જયસિંહ શ્રમણ ભગવાન મહાવીરના એકાવનમા પટ્ટધર દેવઋષિ વી. નિ. સં. ૧૫૮૯માં જ્યારે આચાર્યપદે પ્રતિષ્ઠિત થયા. એ સમયે વિશાળ ગુર્જર રાજ્યના રાજસિંહાસન પર ચાલુક્યરાજ ભીમ હતા. આચાર્ય દેવઋષિના આચાર્યપદ પર આરોહણના બીજા વર્ષે વી. નિ. સં. ૧૫૯૦માં મહારાજા ભીમનું ૪૨ વર્ષના શાસન પછી દેહાવસાન થયું. ત્યાર બાદ વિ. નિ. સં. ૧૫૯૦માં મહારાજા ભીમ પછી મહારાજા કર્ણ ચાલુક્ય રાજ્યના સિંહાસન પર આરૂઢ થયા. .
મહારાજા કર્ણએ વિ. નિ. સં. ૧૫૯૦ થી ૧૬૨૦ની પોષ કૃષ્ણા બીજ પર્યત ૨૯ વર્ષ ૮ માસ અને ૨૧ દિવસ સુધી ગુર્જર રાજ્ય પર શાસન કર્યું. ત્યાર બાદ પોતાના ત્રણ વર્ષના પુત્ર સિદ્ધરાજ જયસિંહને વિ. સં. ૧૧૫૦(વિ. નિ. સં. ૧૬૨૦)ની પોષ વદ ત્રીજના શનિવારે ગુજરાત રાજ્યના સિંહાસન પર અભિષિક્ત કર્યા. ત્યાર બાદ મહારાજા કર્ણએ આશાપલ્લી પર પોતાનું આધિપત્ય સ્થાપ્યું અને પોતાના નામ પરથી કર્ણાવતીપુર નામનું નગર વસાવ્યું અને સ્વયં ત્યાં રાજ્ય કરવા લાગ્યા. સાથે સાથે પોતાના પુત્ર જયસિંહના વિશાળ પાટણ રાજ્યનું પણ પુત્રના વયસ્ક થવા સુધી સંરક્ષણ કરતા રહ્યા.
રાજા કર્ણના દેહાંત પછી આશાપલ્લી કર્ણાવતીનું સમૃદ્ધ રાજ્ય પણ મહારાજા જયસિંહના વિશાળ ગુર્જર રાજ્યમાં સામેલ કરી દેવામાં આવ્યું. આ રીતે એક વિશાળ ગુર્જર રાજ્યના શાસનની બાગડોર મહારાજ જયસિંહના હાથમાં તેમના બાલ્યકાળમાં જ આવી ગઈ. કર્ણ પછી કર્ણની ઉદયમતી નામની રાણીના સહોદર મદનપાલને જયસિંહના સંરક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. પરંતુ મદનપાલના અત્યાચારોથી અણહિલપુર-પાટણની પ્રજા ત્રાસી ગઈ. યુવાનીમાં પ્રવેશેલા જયસિંહે પોતાના અંગરક્ષકો દ્વારા ગુપ્ત રીતે મદનપાલની હત્યા કરાવી અને મંત્રી શાસ્તુને પ્રધાનમંત્રીપદે નિયુક્ત કર્યા. [ ૧૩૪ 9696969696969696969696જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૪)