________________
કોઠીમાંથી બહાર કાઢ્યા અને કહ્યું: “હવે તમે નિર્જન વનમાંથી પસાર થઈ યશાશીઘ ગુર્જર રાજ્યની સીમાથી બહાર જતા રહો.”
વિકટ વન અને પર્વતોને પાર કરતાં કુમારપાળ વામદેવના તપોવનમાં આવ્યા. આલિગ નામના એક કુંભારના ઘરની પાસે પહોંચી તેમણે ઘોડાનો અવાજ સાંભળ્યો. કુમારપાળ કુંભારના ઘરની અંદર પ્રવેશ્યા અને કહ્યું : “મને ક્યાંક છુપાવી દો અને મારા પ્રાણની રક્ષા કરો.” કુંભારે તત્કાળ એને માટીનાં વાસણો પકાવવાના નિંભાડામાં માટલા વચ્ચે છુપાવી દીધા. અને ઉપર ઝાડી, ઝાંખરાં, કાંટા, ઘાસ વગેરે નાખી દીધું. કુંભારે ચતુરાઈપૂર્વક એ નિભાડાના એક ખૂણામાં આગ લગાડી દીધી. એ વખતે રાજ્યના માણસો શોધખોળ કરતા આવી પહોંચ્યા અને તેને પૂછ્યું કે - “કોઈ યુવાન અહીં આવ્યો. હતો?” કુંભારે તરત જવાબ આપ્યો : “ના, અહીં કોઈ આવ્યું નથી. આપ ઘર અને વાડામાં જોઈ શકો છો.” સૈનિકોએ ઘરની અંદર બહાર ચોતરફ જોયું. નિંભાડામાં આગની જ્વાળાઓ હતી, એટલે એ તરફ કોઈ સૈનિક ગયા નહિ. સૈનિકો દૂર નીકળી ગયા પછી, કુમારપાળને નિભાડામાંથી બહાર કાઢયા અને એક ખૂણામાં કોઈ જુએ નહિ એ રીતે ભોજન કરાવ્યું.
રાત્રિના સમયે કુમારપાળે કુંભાર પ્રત્યે હાર્દિક કૃતજ્ઞતા પ્રગટ કરી અને વિકટ વન તરફ પ્રયાણ કર્યું. ફરતાં-ફરતાં પર્યાપ્ત સમય પસાર થયા પછી એક વખત કુમારપાળ સ્તંભતીર્થ (ખંભાત) ગયા. ત્યાં આચાર્ય હેમચંદ્ર ચાતુર્માસ અર્થે બિરાજમાન હતા. નગરમાં આમ-તેમ ફરી રહેલા કુમારપાળ સંયોગવશાત્ હેમચંદ્રાચાર્યના ઉપાશ્રયમાં પહોંચ્યા, અને વ્યાખ્યાન સાંભળવા બેસી ગયા. આચાર્યશ્રીએ છદ્મવેશમાં હોવા છતાં પણ કુમારપાળને ઓળખી લીધા. વ્યાખ્યાન સમાપ્ત થયું કે તેઓ કુમારપાળને એકાંત સ્થળે લઈ ગયા અને કહ્યું : “રાજપુત્ર ! હજી થોડા સમય માટે ધીરજ રાખો. આજથી સાતમા વર્ષે તમે વિશાળ ગુર્જર રાજ્યના સ્વામી બનશો.
કુમારપાળે કહ્યું : “અગર એમ થશે તો એ રાજ્યના સ્વામી વાસ્તવમાં આપ જ હશો. પણ મારી વિનંતી છે કે આ સાત વર્ષ જેટલો લાંબો સમયગાળો કઈ રીતે પસાર થશે ? મારી પાસે તો આજના નિર્વાહ માટે પણ કાંઈ નથી.” ૧૨૮ 999999999999ન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૪)