________________
આચાર્યશ્રીએ તત્કાળ પોતાના શ્રાવકને જણાવી કુમારપાળને ૩૨ દ્રમ્મ (એક પ્રકારની મુદ્રા) અપાવી અને કહ્યું : “મારી એક વાત સાવધાનીપૂર્વક સાંભળો. આજથી તમને દરિદ્રતાનું દુઃખ કદી નહિ આવે. તમને મારા શ્રાવકો તરફથી ભોજન, વસ્ત્ર આદિની યથાસમય પ્રાપ્તિ થતી રહેશે.”
ત્યાર બાદ કુમારપાળ આચાર્યશ્રી પ્રત્યે કૃતજ્ઞતા પ્રગટ કરી એમને વંદન કરી અજ્ઞાત લક્ષ્ય તરફ પ્રયાણ કર્યું. ક્યારેક કાપાલિકનો વેશ ધારણ કર્યો, ક્યારેક કૌલનો તો ક્યારેક દૈવનો. આ રીતે અનેક વેશ ધારણ કરી કુમારપાળ વિવિધ ગામ, નગરમાં ભ્રમણ કરતા રહ્યા, અને એમ કરતાં કરતાં સાત વર્ષ પસાર થઈ ગયાં.
ભવિષ્યવાણી અનુસાર રાજસિંહાસન પર આરૂઢ થવાનો સમય નજીક આવ્યો અને કુમારપાળ અણહિલપુરપાટણ પહોંચ્યા. આચાર્ય હેમચંદ્રના ઉપાશ્રયમાં આચાર્યશ્રીની ખાલી પાટ પર બેસી તેમની પ્રતીક્ષા કરવા લાગ્યા. આચાર્યશ્રી ઉપાશ્રયમાં પ્રવેશ્યા અને કુમારપાળને પોતાની ખાલી પાટ પર બેઠેલા જોઈ તરત બોલ્યા : “કુમાર ! હવે તો આપ નિશ્ચિત રાજસિંહાસન પર બેસશો. મારી પાટ પર તમારું આ રીતે બેસવું એ ભાવિનો સંકેત છે.’’
ત્યાર બાદ કુમારપાળ રાજમહેલ તરફ આગળ વધ્યા. રાજમહેલની બહાર એમને ગુર્જર રાજ્યના મંત્રીઓએ જોયા અને આદરપૂર્વક રાજમહેલમાં લઈ ગયા. દરેક મંત્રીઓ આચાર્ય હેમચંદ્રસૂરિદ્વારા પૂર્વે થયેલી ભવિષ્યવાણીથી અવગત હતા. મંત્રી કૃષ્ણદેવે કુમારપાળને કહ્યું : “મહારાજ ! સિદ્ધરાજ જયસિંહનું દેહાવસાન થઈ ગયું છે. બે રાજકુમાર રાજસિંહાસનના દાવેદાર તરીકે અંદર બેઠા છે. આપ પણ આવો.’
મંત્રી કૃષ્ણદેવે એક દાવેદાર રાજકુમારને તેની યોગ્યતાની પરીક્ષા માટે પાટ પર બેસાડ્યો. એ પાટ પર બેસતી વખતે પોતાનાં વસ્ત્રોને પણ સમેટી શક્યો નહિ. તેનું ઉત્તરીય નીચે પડી ગયું. દરેક મંત્રીઓએ તેને અયોગ્ય ઘોષિત કરી બીજા દાવેદારને પાટ પર બેસાડવો. એ પાટ પર બેઠો કે તરત ઉપસ્થિત મંત્રીસમૂહને હાથ
જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૪)
૭૭ ૧૨૯