________________
શૈવદર્શનમાં જટાજૂટ તાપસનો વેશ ધારણ કરી રહેવા લાગ્યા. સિદ્ધરાજ જયસિંહે કુમારપાળને શોધી કાઢવા પોતાના વિશ્વસનીય માણસોને વિવિધ દિશામાં મોકલ્યા. થોડા સમય પછી રાજા જયસિંહને તેના ગુપ્તચરોએ સૂચના આપી કે - “અણહિલપુર-પાટણમાં ૩૦૦ જટાધારી તાપસોની એક જમાત આવેલી છે. એ જમાતમાં કુમારપાળ પણ જટાજૂટધારી તાપસના વેશમાં વિદ્યમાન છે.”
સિદ્ધરાજ જયસિંહે કુમારપાળને શોધી અને મારી નાખવા માટે એ ત્રણસો તાપસીને ભોજન માટે પોતાના રાજમહેલમાં નિમંત્રિત કર્યા. મહારાજા જયસિંહને એ ખબર હતી કે - “કુમારપાળના પગતળિયે પદ અને વિશાળ ઊર્ધ્વ રેખાઓનાં ચિહ્ન અંકિત છે. એ ચિહ્નનોને જોઈને કુમારપાળને ઓળખવા સહજ છે.” આ રીતે વિચાર કરીને રાજા પોતે અતિથિ તાપસોના પગ પખાળવા લાગ્યા. અનેક તાપસોના પગ પ્રક્ષાલન પછી તાપસનો વેશ ધારણ કરનાર કુમારપાળનો વારો આવ્યો અને રાજા તેના પગ ધોવા લાગ્યા ત્યારે અંગુલિસ્પર્શથી પણ પદચિહ્નોનો બોધ થઈ ગયો. સિદ્ધરાજ જયસિંહ સાશંક થયા. કુમારપાળને તત્કાળ આશંકા થઈ કે હવે શીધ્રાતિશીઘ એમના પ્રાણ પર સંકટ આવનારું છે. બીજા તાપસનાં ચરણ પખાળ્યાં પહેલાં મહારાજ જયસિંહ પોતાના અનુચરોને સંકેત કરે એનાથી પહેલાં જ કુમારપાળ તાપસીની આડશમાં છુપાતો લપાતા ત્વરિત ગતિએ પૂર્વપરિચિત રાજમહેલના ગુપ્ત દ્વારથી બહાર નીકળી ગયા. પોતાના પ્રાણની રક્ષા માટે હેમચંદ્રસૂરિના ઉપાશ્રય સિવાય અન્ય કોઈ સર્વાધિક સુરક્ષાનું સ્થાન હોઈ ન શકે.” એમ વિચારી કુમારપાળ હેમચંદ્રસૂરિના ઉપાશ્રયમાં જઈ હાથ જોડી એમને નિવેદન કર્યું;
મહારાજ ! ચાલુક્યરાજ જયસિંહ મને મારવા ઇચ્છે છે. મને એમનાથી બચાવો.” હેમચંદ્રસૂરિએ તત્કાળ કુમારપાળને તાડપત્રોથી ભરેલી એક કોઠીમાં તાડપત્રોથી ઢાંકી દીધા.
કુમારપાળની શોધમાં બધી તરફ ફરી વળેલા જયસિંહના સૈનિકોએ આચાર્ય હેમચંદ્રના ઉપાશ્રયમાં પ્રવેશી એમને પૂછ્યું અને ઉપાશ્રયમાં ચોતરફ નજર ફેરવી, પણ કુમારપાળ ક્યાંય દેખાયા નહિ, તેથી તેઓ પાછા ફર્યા. રાત્રે ચોતરફ નિઃસ્તબ્ધતા જોઈ આચાર્યશ્રીએ કુમારપાળને જિન ધર્મનો મલિક ઇતિહાસ ઃ (ભાગ-૪) 26969696969696969696969 ૧૨૦]