________________
સોમેશ્વરતીર્થમાં ભગવાન સોમેશ્વરની પૂજા, અર્ચના અને ત્યાં અનેક પ્રકારનાં મહાદાન પ્રદાન કરી મહારાજ સિદ્ધરાજ જયસિંહ આચાર્ય હેમચંદ્રની સાથે કોટિનગરમાં આવેલા અંબિકા મંદિરમાં પહોંચ્યા. ત્યાં ગુર્જરાધીશ જયસિંહે પોતાની સંતાનવિહીન અવસ્થાથી પ્રપીડિત થઈ અંબિકાની ઘણા દિવસ સુધી વિધિવત્ ઉપાસના કરી. આચાર્ય હેમચંદ્રએ પણ ત્રણ દિવસ ઉપવાસ પર રહી ધ્યાનમગ્ન થઈ શાસનાધિષ્ઠાત્રી અંબિકાદેવીનું આહ્વાન કરતાં આરાધનાં કરી. ત્રીજા દિવસના ઉપવાસની રાત્રિના અંતિમ પ્રહરમાં અંબિકા દેવી હેમચંદ્રસૂરિ સમક્ષ પ્રગટ થયાં અને એમને સંબોધીને કહ્યું : ‘સાંભળો મુનિ ! નરાધિપ જયસિંહ અને તેમના પિતરાઈ ભાઈના પુત્ર કુમારપાળને સંતાનનો યોગ નથી. રાજા જયસિંહ પછી એમનો ભ્રાતૃજ કુમારપાળ ગુર્જર રાજ્યનો રાજા થશે. તે વિપુલ, પુણ્ય અને યશોકીર્તિ અર્જિત કરનારો પ્રતાપિ રાજા થશે.' આમ કહીને અંબિકા દેવી અદૃશ્ય થયાં.
જ્યારે સિદ્ધરાજ જયસિંહને હેમચંદ્રસૂરિ પાસે અંબિકા દ્વારા કહેવાયેલી વાત જાણવા મળી ત્યારે તેઓ ખૂબ દુ:ખી થયા, અને ભારે મનથી આચાર્યશ્રી સાથે પાટણ પરત ફર્યા. રાજધાની પહોંચ્યા પછી સિદ્ધરાજે જ્યોતિષશાસ્ત્રમાં નિષ્ણાત અનેક જ્યોતિષીઓને પોતાના પ્રાસાદમાં બોલાવ્યા. એમને પૂછવામાં આવ્યું ત્યારે દરેક જ્યોતિષીઓએ સર્વસંમત નિર્ણય પર પહોંચીને સિદ્ધરાજને જણાવ્યું કે - એમને સંતાનનો યોગ નથી. સ્વર્ગીય ચાલુક્ય નરેશ્વર કર્ણનો પુત્ર દેવપ્રસાદ તથા દેવપ્રસાદના પુત્ર ત્રિભુવનપાલનો પુત્ર કુમારપાળ, જે આપના પિતરાઈ ભાઈનો પુત્ર છે, એ જ આપના પછી વિશાળ ગુર્જર રાજ્યના સિંહાસન પર બિરાજશે. કુમારપાળ એક મહાપ્રતાપી રાજા થશે અને તેના મૃત્યુ બાદ પ્રતાપી ચાલુક્યવંશ રાજ્ય નષ્ટપ્રાય થઈ જશે.' દરેક મુખ્ય નિમિત્તજ્ઞો પાસેથી આ વાત જાણી સિદ્ધરાજ જયસિંહને ખૂબ દુ:ખ થયું. જે થવાનું છે તે કોઈ ટાળી શકતું નથી' - એ સારી રીતે જાણવા છતાં સિદ્ધરાજ જયસિંહ દ્વેષાભિભૂત થઈ કુમારપાળના પ્રાણ હરણ માટે વ્યગ્ર થઈ ગયો. સિદ્ધરાજ, કુમારપાળની હત્યા માટે કોઈ ષયંત્ર રચે એ પહેલાં કોઈ પણ રીતે શંકા ઉત્પન્ન થવાથી કુમારપાળ અણહિલપુર-પાટણથી ચુપચાપ પલાયન કરી છેલ્લે જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૪)
૧૨૬ ૭ ૮