________________
તીર્થયાત્રામાં એમનો સાથ આપે.” પરંતુ હેમચંદ્રસૂરિએ શ્રમણાચાર વિરુદ્ધ ચાલુક્યરાજ દ્વારા થયેલા અનુરોધનો અસ્વીકાર કર્યો અને દીર્ઘ પદયાત્રા કરી. પુત્રના અભાવથી દુઃખી સિદ્ધરાજ જયસિંહે આચાર્ય હેમચંદ્રની સાથે શેત્રુંજય, રેવતકાચલ, ઉજ્જયંત મહાતીર્થ આદિ અનેક તીથની યાત્રા કરી. આ તીર્થોમાં મહારાજા જયસિંહે સિંહાસનઆસન આદિનો ક્યારેય ઉપયોગ ન કર્યો. રાજાએ આ જૈન તીર્થોની યાત્રા દરમિયાન જમીનને જ સદાય પોતાનું સિંહાસન સમજીને સાદગી અપનાવી. આ તીર્થોમાં ચાલુક્યરાજ જયસિંહે પુણ્ય અર્જન કરવાના હેતુથી જૈનમંદિરોમાં ગ્રામદાન, દ્રવ્યદાન આદિ અનેક પ્રકારનાં દાન કર્યા. ઉજ્જયંત તીર્થ પર ભગવાન નેમિનાથના બિંબને ભક્તિપૂર્વક વંદન-નમન કર્યા બાદ ગુર્જરનરેશે સદાયને માટે ત્યાં મર્યાદાઓ નિર્ધારિત કરી દીધી કે - “આ તીર્થમાં કદાપિ કોઈ વ્યક્તિ મંચ-પલંગ આદિ પર નહિ સૂવે, સ્ત્રીસંગ-સૂતકકર્મ આદિનો પણ આ સ્થળે નિષેધ કરવામાં આવ્યો. ઉપર જણાવ્યા મુજબનાં તીર્થોની યાત્રા કર્યા બાદ સિદ્ધરાજ જયસિંહ હેમચંદ્રસૂરિની સાથે સોમેશ્વરતીર્થમાં ભગવાન સોમેશ્વરના મંદિરમાં ગયા. ત્યાં હેમચંદ્રાચાર્યને પરમાત્મસ્વરૂપથી પરમ સંતોષ થયો. કોઈનો વિરોધ ન કરવો અર્થાત્ “સર્વધર્મસમન્વયની નીતિને અપનાવવી એ જ મુક્તિનું પરમ સાધન છે,' એ રીતે વિચાર કરતાં કરતાં આચાર્ય હેમચંદ્રજીએ નીચે લખેલ શ્લોકનું સસ્વર પઠન કરી ભગવાન સોમેશ્વરને નમસ્કાર કર્યા. यत्र तत्र समये यथा तथा, योऽसि सोऽस्यमिधया यया तया । वीतदोषकलुषः स चेद भवान्नेक एव भगवन्नमोऽस्तु ते ॥
અર્થાત્ - હે ભગવાન! વિભિન્ન દર્શનો દ્વારા વિભિન્ન સમયમાં આપને ભલે જેટલાં વિભિન્ન નામથી ઓળખવામાં આવ્યા હોય, પણ અગર આપ સમસ્ત દોષો અને કર્મકલુષથી પૂર્ણતઃ મુક્ત છો, તો આપ એ જ વિશ્વવંદ્ય ભગવાન છો. હું આપને નમસ્કાર કરું છું.
“પ્રભાવક ચરિત્ર'ના આ ઉલ્લેખથી સ્પષ્ટપણે સિદ્ધ થાય છે કે – આચાર્ય હેમચંદ્ર દરેક ધર્મ પ્રત્યે, દરેક ધર્મના આરાધ્યદેવો પ્રત્યે સન્માન પ્રગટ કરનારા અને સમન્વયવાદના પ્રબળ પક્ષધર હતા.' જિન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૪) 999999999£9. ૧૨૫ |