SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ સુવર્ણપદક આદિથી સન્માનિત કરવામાં આવતા હતા. સર્વશ્રેષ્ઠ શિક્ષકોને પણ સુખાસન આદિથી સ્વયં રાજા દ્વારા સન્માનિત કરવામાં આવતા. આ રીતે પારિતોષિકો, પ્રોત્સાહનોના પરિણામે “સિદ્ધહેમ વ્યાકરણ'નો અભ્યાસ કરનારની સંખ્યા પ્રતિવર્ષ વધતી ગઈ. ભારતના વિશાળ ભૂ-ભાગમાં “સિદ્ધહેમ વ્યાકરણ'ના અભ્યાસને ઘણી લોકપ્રિયતા મળી. આચાર્ય હેમચંદ્રના મુખ્ય શિષ્ય શીઘ્ર કવિ મુનિ રોમચંદ્રની આંખની પીડા વધી ગઈ અને એક આંખની દૃષ્ટિ વિલુપ્ત થઈ જવાના કારણે આચાર્યશ્રીને પાટણમાં જ ચાતુર્માસ કરવા રોકાવું પડ્યું. ચાતુર્માસના ગાળા દરમિયાન હેમચંદ્રસૂરિએ બાવીસમા તીર્થકર ભગવાન નેમિનાથના ચરિત્ર પર વિસ્તારપૂર્વક વ્યાખ્યાન આપવાનું શરૂ કર્યું. જિનેશ્વર નેમિનાથના જીવનચરિત્ર અને આચાર્ય હેમચંદ્રસૂરિની અભુત વ્યાખ્યાન શૈલીની શ્રોતાઓના મુખે મહિમા સાંભળી દરેક ધર્મના અનુયાયીઓ વ્યાખ્યાન સાંભળવા આવવા લાગ્યા. વ્યાખ્યાન સાંભળતાં સાંભળતાં શ્રોતાઓ અનેક વખત ભાવવિભોર થઈ ઝૂમી ઊઠતા. આચાર્ય હેમચંદ્રસૂરિએ જૈન ધર્મના પ્રસાર-પ્રચાર અને જિનશાસનની પ્રભાવનાની સાથે-સાથે એ સમયના લોકોના અંતરમનમાં ઘર કરી ગયેલા ધાર્મિક અસહિષ્ણુતાના સંસ્કારોને નિર્મળ કરવાના અનેક ઉલ્લેખનીય કાર્યો કર્યા. તેઓ દરેક ધર્મોનું સન્માન કરતા હતા. વિવિધ દર્શનોના વિદ્વાન પ્રત્યે આદર અને ઉદારતાપૂર્વક વ્યવહાર હેમચંદ્રાચાર્ય તરફથી પ્રગટ થતો. એમની આ રીતની સમન્વયવાદી નીતિના માધ્યમથી ગુર્જર પ્રદેશમાં ધાર્મિક અસહિષ્ણુતાના ઉન્મેલનની દિશામાં અથાક પ્રયત્ન કર્યા. આચાર્ય હેમચંદ્રની ધાર્મિક સહિષ્ણુતા અને ઉદારતાનાં અનેક ઉદાહરણ છે. પ્રભાવક ચરિત્ર અનુસાર એક દિવસ મહારાજ સિદ્ધરાજ જયસિંહે તીર્થયાત્રા માટે પ્રસ્થાન કર્યું. પોતાના આ નિશ્ચય પૂર્વે મહારાજા સિદ્ધરાજ જયસિંહે આચાર્ય હેમચંદ્રજીને પોતાની સાથે પધારવા વિનંતી કરી. તીર્થયાત્રા અર્થે પ્રસ્થાન કરતી વખતે મહારાજાએ હેમચંદ્રાચાર્યને અત્યંત આગ્રહ કર્યો કે - “તેઓ એક પાલખીમાં બેસી | ૧૨૪ 9999996969696998 જન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૪)
SR No.005688
Book TitleJain Dharmno Maulik Itihas Part 04 Samanya Shrutdhar Khand 02
Original Sutra AuthorN/A
AuthorHastimal Maharaj
PublisherSamyag Gyan Pracharak Mandal
Publication Year2012
Total Pages282
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy