________________
આ કાળના જૈન સાહિત્યનું અધ્યયન કરતી વખતે મને એવી પ્રતીતિ થઈ કે ભગવાન મહાવીરના અનુયાયીઓના માથે જાણે શેતાન સવાર થઈ ગયો છે. એ સમયગાળામાં જૈન ધર્માવલંબી એકબીજાને નીચા દેખાડવા પરસ્પર વિરોધી અશોભનીય શબ્દોનું પ્રયોજન કરતા હતા. આમ કરીને તેઓ ઘોર માનસિક હિંસાનું તાંડવ નૃત્ય કરતા હતા. ઇતિહાસ આપણને ભૂલોનું પુનરાવર્તન ન કરવાની પ્રેરણા આપે છે, જેથી આપણી આજ અને આવતીકાલ વધુ ઉજળી બને.
પર્યાપ્ત સાવધાની રાખવા છતાં ઇતિહાસ-આલેખન - સંપાદન કાર્યથી અગર કોઈને કષ્ટ થયું હોય તો વિનમ્રતાપૂર્વક ક્ષમાયાચના કરું છું. '
ગજસિંહ રાઠોડ
ન્યાય વ્યાકરણ તીર્થ (જૈન ધર્મનો મૌલિક ઈતિહાસ (વિસ્તૃત)ના
ચોથા ભાગમાંથી ઉદ્ધત અંશ)
૪ [3696969696969696969છે જેન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૪)