________________
સંપાદકીય )
(દૂધનું દૂધ) સર્વપ્રથમ હું પૂજ્ય આચાર્યદેવશ્રી હસ્તીમલજી મહારાજ સાહેબને ભક્તિપૂર્વક વંદન કરું છું.
પ્રસ્તુત ઇતિહાસમાળાના કોઈ પણ ભાગના મૂળ સ્વરૂપમાં મારો પોતાનો એકપણ શબ્દ નથી; જે કાંઈ છે, એ સર્વ પૂર્વાચાર્યો અને વિભિન્ન સમયમાં થઈ ગયેલા વિદ્વાનોનું જ કથન છે. મેં તો માત્ર, સેંકડો ગ્રંથો, હજારો પ્રાચીન હસ્તપ્રતોમાં વેરવિખેર પડેલ જૈન ઇતિહાસને, સમગ્ર દેશમાંથી એકત્રિત કરી યોગ્ય કાળક્રમમાં ગોઠવી, ઘટનાક્રમોને સમુચિત સ્થાન આપી ઇતિહાસબોધ પ્રગટે અને વાચક-ભોગ્ય બને તે રીતે સંકલન કરવાનો પ્રયાસ કર્યો છે. - મેં વેદવ્યાસ દ્વારા નિર્મિત વિશાળ પૌરાણિક સાહિત્યનું પારાયણ કરતી વખતે વેદવ્યાસની એ ચેતવણી પણ વાંચી છે કે - “જે વ્યકિત જાણી જોઈને કોઈ દૂષિત ઉદ્દેશથી ઐતિહાસિક તથ્યો સાથે છેડછાડ કરે તો તે કલ્પાંતકાળ સુધી અસહ્ય પીડાનો ભોગ બનીને નારકીય દુઃખો વેઠવાને લાયક બને છે.” - આવી સ્થિતિમાં અગર કોઈ વ્યક્તિ પોતાના મનમાં લેશમાત્ર પણ આ પ્રકારની શંકા લાવે કે આ ઇતિહાસ કોઈ પણ સંપ્રદાય કે માન્યતાને શ્રેષ્ઠ સિદ્ધ કરવા કે અન્ય કોઈ પણ સંપ્રદાય કે માન્યતાને ગૌણ સિદ્ધ કરવા લખાયો છે, તો એવી શંકા કરવી તે ઉચિત નહિ ગણાય. આલોચકોને અમારું નમ્ર નિવેદન છે કે સાધાર ચર્ચા અને યોગ્ય પ્રમાણથી ટીકા થશે તો સમગ્ર ઉપક્રમની ગરિમા જળવાશે. તથ્થાનવેષણ માટે ગરિમાપૂર્ણ ભાષા અપેક્ષિત છે.
જે સમયગાળાના ઇતિહાસનું આલેખન પ્રસ્તુત ભાગમાં કરવામાં આવ્યું છે એ કાળ જૈન ઇતિહાસનો એ દુર્ભાગ્યપૂર્ણકાળ છે. જિન ધર્મનો મોલિક ઇતિહાસ (ભાગ-૪) 999999999999 ૩ ]