________________
કરી દઈશ તો સંસારમાં મારું અને મારા પૂર્વજોનું નામ જ મટી જશે. આ એકપાત્ર કુળદીપકના જવાથી મારા ઘરમાં, મારી આંખો સમક્ષ ઘનઘોર અંધકાર છવાઈ જશે.”
ઉદયને શ્રેષ્ઠી ચાચિગની આક્રોશપૂર્ણ વ્યગ્રતાને શાંત કરતાં કહ્યું : “બંધુ ! જિનશાસનના આ ભાવિ કર્ણધાર અને મહાન પ્રભાવક પુત્રરત્નને જિનશાસનની સેવા માટે, ભગવાન મહાવીરના ધર્મસંઘના ઉત્કર્ષ માટે સમર્પિત કરી દેવાથી આપનું નામ અસ્ત થવાનું નથી, બલકે આ બાળકની સાથે-સાથે આપનું, આપની રત્નગર્ભા ધર્મપત્નીનું, મોઢ જ્ઞાતિનું, આપના ધંધુકા ગામનું અને સમસ્ત ગુર્જર પ્રદેશનું નામ સદાયને માટે, જ્યાં સુધી સૂર્ય-ચંદ્ર પ્રકાશમાન રહેશે ત્યાં સુધી અમર થઈ જશે.’’
“શ્રેષ્ઠીવર્યુ ! સંસારમાં ધનવૈભવ જ સર્વસ્વ નથી. જન્મ એનો જ સફળ છે, જે ભૂલા પડેલાં લોકોને સન્માર્ગ પર આરૂઢ કરી સમષ્ટિના કલ્યાણ માટે જીવન અર્પિત કરે. આપ સંસારમાં આ પુત્રને ભણાવશો, ગણાવશો અને પછી વ્યવસાય - કારોબારમાં લગાડી દેશો. વ્યવસાયમાં લાખોની સંપત્તિ એકત્રિત પણ કરી લેશે, તો એનાથી શું સિદ્ધ થશે ? આજે ગુર્જર પ્રદેશમાં એક એકથી ચડિયાતા કુબેર સમાન હજારો શ્રીમંતો છે. બહુ બહુ તો હજારો ધનકુબેરોમાં એકનો વધારો થશે. માનવજીવનની સાર્થકતા માત્ર એમાં જ નથી કે મનુષ્ય લાખો-કરોડોની સંપત્તિનો સ્વામી બને. ચિંતામણિ રત્ન તુલ્ય આ હોનહાર બાળકને અગર આપ માત્ર ધનને માટે થઈને મુક્તિમાર્ગથી વિમુખ કરવા ઇચ્છો છો, તો મારી પાસે સુવર્ણરાશિની કોઈ ખોટ નથી, લાખો, કરોડો જેટલી પણ સુવર્ણમુદ્રાઓ, આપને જોઈએ તેટલી આપ સહર્ષ લઈ શકો છો.”
શ્રેષ્ઠી ચાચિગનું આત્મસન્માન મંત્રી ઉદયનનું અંતિમ વાક્ય સાંભળતા સહસા જાગી ઊઠ્યું. એણે કહ્યું : “મંત્રીશ્રી ! જૈનશાસન પ્રતિ પ્રગાઢ પ્રેમસભર, સમષ્ટિ કલ્યાણ પ્રત્યે આસ્થાપૂર્ણ આંતરિક આપના ઉદ્ગારો સાંભળી મારી મોહનિદ્રાનો સંપૂર્ણ ભંગ થયો છે. અગર હું મારા પુત્રને મારી પાસે જ રાખીશ તો એને મદારીના વાંદરાની જેમ સહુને નમસ્કાર કરવાના થશે અને અગર હું તેને ગુરુચરણોમાં સમર્પિત કરી દઈશ તો આ વિશ્વવંદ્ય થઈ જશે. રાજા, ૭ જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૪)
૧૧૮ |