________________
મંત્રીએ વાત્સલ્યપૂર્વક કહ્યું : “જુઓ ચતુર ચંગે ચંગ ! આપણે ત્યાં આ કોણ આવ્યું છે ?” આમ કહીને ઉદયને પોતાના સેવકોને આદેશ આપ્યો કે ચાચિગની સ્નાનાદિની વ્યવસ્થા કરો.
બાળક ચંગદેવે મંત્રીના ઇંગિત તરફ જોયું અને “બાપુ! આપ ક્યારે આવ્યા ?” કહેતાં પિતાનાં ચરણોમાં પ્રણામ કર્યા. ચાચિગે પણ ચંગદેવને છાતી સરસો ચાંપ્યો અને મસ્તક ચૂખ્યું. - “બાપુ! મેં વાંચવા-લખવાનું શીખી લીધું છે. સ્વયં મંત્રીશ્વર પણ મને ભણાવે છે. આપ જાણો છો ? બાપા ! મંત્રીશ્વર ઉદયન છે.”
શ્રેષ્ઠી ચાચિગ સ્નાનાદિથી નિવૃત્ત થયા કે મંત્રીશ્વર ઉદયને એમને સાથે બેસાડી ભોજન કરાવ્યું. મંત્રીવર ઉદયનના આ પ્રકારના ઉદારતાપૂર્ણ વાત્સલ્યભાવનો ચાચિગ શેઠ પર ગહન પ્રભાવ પડ્યો. ભોજન બાદ વિશ્રાંતિકક્ષમાં મંત્રી ઉદયન અને ચાચિગે ઘડીભર વિશ્રામ કર્યો. શ્રેષ્ઠી ચાચિંગનો થાક દૂર થયો.
ચાચિગને પૂર્ણરૂપેણ આશ્વસ્ત જોઈને ઉદયને સંભાષણનો પ્રારંભ કરતાં કહ્યું : “શ્રેષ્ઠીવર્ય! આપનો આ પુત્ર ચંગદેવ ઉત્કૃષ્ટ મેધા અને ચમત્કારપૂર્ણ પ્રતિભાનો સ્વામી છે. આ બાળકે થોડા સમયમાં જ વાંચવા-લખવામાં અને સુસંસ્કારોને પોતાના જીવનમાં ઢાળવામાં પોતાની અસાધારણ મેધાશક્તિના પરિચયથી અમારા સહુનાં મન જીતી લીધાં છે. મારી એ સુદઢ ધારણા છે કે આ બાળક આગળ જતાં ન માત્ર ગુર્જરભૂમિના ગૌરવની, બલકે સંપૂર્ણ આર્યભૂમિની ગરિમાની કીર્તિપતાકા દિગુદિગંતુમાં લહેરાવશે. દેવચંદ્રસૂરિ જેવા મહાન આધ્યાત્મિક શિલ્પી મહાપુરુષના અહર્નિશ સાંનિધ્યમાં તો આ બાળક આગળ જતાં ધર્મધુરા ધારણ કરી જન-જનનાં હૃદયસમ્રાટ તરીકે યુગપુરુષ સિદ્ધ થશે.”
ચાચિગે પોતાના અંતરમનની દ્વિધાને પ્રગટ કરતી મુદ્રામાં જણાવ્યું કે - “ઉદારમના મંત્રીશ્રી ! આપ જે નિર્ણય પર પહોંચ્યા છો, એ નિર્ણયથી હું પૂર્ણરૂપે સહમત છું. હું પણ વિચારું છું કે - “આગળ જતાં આ બાળક અસાધારણ કાર્યો કરનાર મહાપુરુષ થશે.” પણ મંત્રીશ્વર ! વસ્તુસ્થિતિ એ છે કે મારી વૃદ્ધાવસ્થાનો સહારો, મારા અંધકારભર્યા ઘરનો દીપક આ એકમાત્ર પુત્ર છે. અગર તેને હું જિનશાસનને સમર્પિત જૈન ધર્મનો મોલિક ઇતિહાસઃ (ભાગ-૪) 9િ6969696969696969696969] ૧૧૦]