________________
આ બાળકના પિતા શ્રેષ્ઠી ચાચિગ માગવા છતાં પણ પોતાના પુત્રને નહિ સોંપે.” એવી આશંકાથી દેવચંદ્રસૂરિ અસમંજસની અવસ્થામાં મૌન રહ્યા.
લગભગ ૬ વર્ષ પૂર્વે જોયેલા સ્વપ્ન પર વિચાર કરતાં પાહિનીએ મનોમન વિચાર્યું - “સ્વપ્ન અનુસાર તો આ બાળક હું આચાર્યશ્રીને સમર્પિત કરી ચૂકી છું.” સાંકેતિક આદેશ તો એ જ છે કે માંગ્યા વગર જ આ પ્રાણપ્રિય પુત્રને આચાર્યશ્રીના ચરણોમાં સદાય માટે ભેટ આપી દઉં. એકમાત્ર શાસનહિતની દૃષ્ટિથી હવે તો તેઓ પોતે માંગી રહ્યાં છે. આધ્યાત્મિક દૃષ્ટિએ પણ વિચારું તો ધર્માચાર્યનો અભ્યર્થનાપૂર્ણ આદેશ ધર્મનિષ્ઠ ઉપાસક-ઉપાસિકા માટે અનુકરણીય હોય છે. આવી સ્થિતિમાં તો મારે આ બાળક માટે એ જ શ્રેયસ્કર છે કે હું મારા સ્વપ્ન, કર્તવ્ય અને શાસનહિતને નજર સામે રાખી પ્રાણપ્રિય પુત્રનો મોહ ત્યજીને તેને જિનશાસનની સેવા-હેતુ આચાર્યશ્રીને સદાયને માટે સમર્પિત કરી દઉં. દેશ-વિદેશમાં વેપાર ધંધા માટે ઘર, પરિવાર અને રાષ્ટ્રની સમૃદ્ધિ અને સાંસારિક સુખોપભોગો માટે તો ગુર્જર પ્રદેશની વીર-પીર-સાહસી મહિલાઓ પોતાના પ્રાણાધાર, પતિ-પુત્રોને સાગરયાત્રા-હેતુ સદાય સહર્ષ વિદાય કરતી આવી છે. મારા પૂજ્ય ધર્માચાર્ય તો જિનશાસનની સેવા માટે, પરમાર્થ માટે, ધર્માસ્યુદય માટે મારા પુત્રની યાચના કરે છે. ઈહલોક અને પરલોકને સુધારવા માટે આ પારમાર્થિક પુનિત કાર્ય માટે પોતાનો પુત્ર સમર્પિત કરવામાં મને કોઈ પ્રકારનો વ્યામોહ કે ખચકાટ નહિ થવો જોઈએ. આ રીતે વિચાર કરી પાહિનીએ પોતાના હૃદયમાં ઉભરાતા પુત્ર-વિયોગના દુઃખને સમજણથી, સાહસથી દબાવીને પોતાના હોનહાર પુત્ર ચંગદેવને ધર્મગુરુ દેવચંદ્રસૂરિનાં ચરણોમાં સદાયને માટે સમર્પિત કરી દીધો. - આચાર્ય દેવચંદ્રસૂરિએ પ્રેમથી બાળક ચંગદેવને પ્રશ્ન કર્યો : “બોલો સૌમ્ય ! શું તમે મારા શિષ્ય બનશો?” બાળકે મધુર સ્મિતથી જવાબ આપ્યો : “હા, મહારાજ !”
અને બાળક ચંગદેવને પોતાની સાથે લઈને દેવચંદ્રસૂરિએ ધંધુકા નગરથી સ્તંભતીર્થ (હાલનું ખંભાત) તરફ વિહાર કર્યો. વિહારક્રમથી જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૪) 996969696969696969692 ૧૧૫ |