________________
ગચ્છની સ્થાપના કરી. આ તથ્યોનાં પરિપ્રેક્ષ્યમાં વિચાર કરવાથી એમ સિદ્ધ થાય છે કે આચાર્ય ચંદ્રપ્રભએ ક્રિયોદ્ધાર તો વિ.સં. ૧૧૪૯માં કર્યો, પરંતુ વિધિવત પોતાના પૃથક્ ગચ્છ પૌર્ણમયક - ગચ્છ'ની સ્થાપના એમણે ક્રિયોદ્ધારનાં ૧૦ વર્ષ બાદ વિ.સં. ૧૧૫૯માં કરી.
પર્ણમીયક-ગચ્છની સ્થાપનાના સંબંધમાં ‘તપાગચ્છીય પટ્ટાવલીઓમાં નિમ્નલિખિત આશયનું વિવરણ ઉપલબ્ધ થાય છે :
“શ્રમણ ભગવાન મહાવીરની ચાલીસમી પાટ પર યશોભદ્રસૂરિ અને નેમિચંદ્રસૂરિ નામના બે વિદ્વાન આચાર્ય થયા. નેમિચંદ્રસૂરિએ પોતાના ગુરુભ્રાતા ઉપાધ્યાય વિનયચંદ્રના શિષ્ય મુનિચંદ્રને આચાર્યપદ માટે સુયોગ્ય સમજીને પોતાના ઉત્તરાધિકારી પટ્ટધર તરીકે ઘોષિત કર્યા. મુનિ ચંદ્રસૂરિએ વાદિ વૈતાલ શાંતિસૂરિની પાસે પ્રમાણશાસ્ત્રનું અધ્યયન ક્યું. મુનિચંદ્રસૂરિથી પ્રભાવિત અને પ્રસન્ન થઈને શાંતિસૂરિએ ખૂબ રુચિપૂર્વક એમને ન્યાયશાસ્ત્રનું અધ્યયન કરાવ્યું.”
ચાલુકયરાજા કર્ણના શાસનકાળમાં ચંદ્રપ્રભસૂરિ, મુનિચંદ્રસૂરિ, દેવસૂરિ અને શાંતિસૂરિ નામના ચાર સાધુ એક જ ગુરુ(ઉપાધ્યાય વિનયચંદ્ર)ના શિષ્ય હતા. એક વખત શ્રીધર નામના એક વૈભવશાળી શ્રાવકે જિનેન્દ્ર પ્રભુની પ્રતિમાની પ્રતિષ્ઠા કરવાનો નિશ્ચય કર્યો. આચાર્ય ચંદ્રપ્રભ આ ચારેયમાં મોટા હતા, એટલે એ શ્રાવક એમની પાસે ગયો અને નિવેદન કર્યું : “ભગવાન ! હું જિનેન્દ્ર પ્રભુની મૂર્તિની પ્રતિષ્ઠા કરવા ઇચ્છું છું. અતઃ આપ કૃપા કરી મુનિચંદ્રસૂરિને પ્રતિષ્ઠા કરવાની આજ્ઞા પ્રદાન કરો.”
આ સાંભળીને ચંદ્રપ્રભના મનમાં મુનિચંદ્ર પ્રત્યે પ્રબળ ઈર્ષા જાગૃત થઈ. એમણે મનોમન વિચાર્યું - “હું દીક્ષા આદિ દૃષ્ટિએ મુનિચંદ્રની અપેક્ષાએ મોટો છું, તેમ છતાં મારી અવગણના કરી મુનિચંદ્રસૂરિ પાસે પ્રતિષ્ઠા કરાવવાનો ઉપક્રમ થઈ રહ્યો છે.” પછી ચંદ્રપ્રભાચાર્યએ ઉત્તર આપ્યો : “સુજ્ઞ શ્રાવક ! વિધિપૂર્વક પ્રતિષ્ઠા કરવો. આગમોમાં ક્યાંય પણ સાધુ દ્વારા પ્રતિષ્ઠા કરવાનો ઉલ્લેખ નથી. વસ્તુત પ્રતિષ્ઠાકાર્ય દ્રવ્યસ્તવનની કક્ષામાં આવે છે. | ૧૧૦ 9િ69696969696969696963 જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૪)