________________
૪. પૂર્ણિમાગચ્છની ચોથી શાખા જેમાં ધર્મશખર, વિશાલરાજ, પાશેખર
અને જિનહર્ષ આદિ પ્રભાવક આચાર્ય થયા. પ. પૂર્ણિમાર્ગચ્છ વટપદ્રીય શાખા. ૬. પૂર્ણિમાગચ્છ બોરસિદ્ધીય શાખા. ૭. પૂર્ણિમાગચ્છ ભૃગુકચ્છીય શાખા. ૮. પૂર્ણિમાગચ્છ છાપરિયા શાખા.
પૂર્ણિમાગચ્છમાં અનેક વિદ્વાન ગ્રંથકાર આચાર્ય થયા છે. આ ગચ્છની ઉત્પત્તિની પાછળ પણ બહુ મોટું કારણ ક્રિયોદ્ધારનું જ રહ્યું છે. સર્વપ્રણીત જિનાગમોમાં પ્રગાઢ આસ્થા રાખનાર શ્રમણોત્તમોએ ચૈત્યવાસી પરંપરાના ચરમોત્કર્ષ કાળમાં શ્રમણાચારમાં પ્રવિષ્ટ થયેલા શિથિલાચારને દૂર કરવા માટે વખતોવખત, અનેક વખત ક્રિયોદ્ધાર કર્યા. એ જ ક્રિયોદ્ધારની પ્રક્રિયામાં પૌમીયક મતની ઉત્પત્તિ થઈ.
ચંદ્રપ્રભસૂરિએ વિ.સં. ૧૧૪૯માં આચાર્યો અથવા મુનિઓ દ્વારા જિન-પ્રતિમાની પ્રતિષ્ઠા કરવાનો વિરોધ કરતાં ઘોષણા કરી કે - પ્રતિષ્ઠા કરાવવાનું કાર્ય મુનિઓનું નથી, શ્રાવકોનું કર્તવ્ય છે.” આચાર્ય ચંદ્રપ્રભની આ માન્યતાનો બડગચ્છના આચાર્ય અને અનુયાયીઓએ ઉગ્ર વિરોધ કર્યો. વિરોધના પરિણામે આચાર્ય ચંદ્રપ્રભુએ બડગચ્છના પરિત્યાગ કરી વિવિધ સ્થળોએ પોતાની માન્યતાના પ્રસાર પ્રચારનો પ્રારંભ કર્યો. જૈનસંઘમાં સાધુઓ દ્વારા થતી પ્રતિમા પ્રતિષ્ઠાની પ્રક્રિયા અથવા પરિપાટીનો વિરોધ કરતાં એમણે કહ્યું: “પ્રતિષ્ઠા કરવાનું કાર્ય સાધુઓનું નથી, પ્રતિષ્ઠાનું કાર્ય દ્રવ્યસ્તવ છે. જેમાં પુષ્પો, સચેતજળ આદિથી પ્રતિષ્ઠાની પ્રક્રિયા કરાવવામાં આવે છે, જે સાધુ માટે અનિવાર્ય એવા અહિંસા મહાવ્રત માટે નિતાન્ત પ્રતિકૂળ છે.”
થોડા સમયમાં જ આચાર્ય ચંદ્રપ્રભના અનુયાયીઓની સંખ્યામાં કલ્પનાતીત અભિવૃદ્ધિ થઈ. વિ. સં. ૧૧૫૯માં એમણે પૂર્ણિમાના રોજ પાક્ષિકી પ્રતિક્રમણ, પાંચમનુ સંવત્સરી પર્વ મનાવવું અને મૂર્તિની પ્રતિષ્ઠા મુનિ ન કરે, શ્રાવક કરે, એવી માન્યતાઓ સાથે પર્ણમીયકજેન ધર્મનો મોલિક ઇતિહાસ (ભાગ-૪) 969696969696969696969 ૧૦૯