________________
અતઃ પ્રતિષ્ઠા કરવાનું શ્રાવક માટે જે યુક્તિસંગત કર્તવ્ય છે, સાધુનું કદાપિ નહિ.”
આ
રીતે- વિ.સં. ૧૧૪૯માં ચંદ્રપ્રભાચાર્યએ એવી પ્રરૂપણા કરી કે મૂર્તિની પ્રતિષ્ઠા શ્રાવક દ્વારા જ થાય, ન કે મુનિ દ્વારા. સંઘે ચંદ્રપ્રભાચાર્યની અવમાનના કરી અને પ્રતિષ્ઠાકાર્ય મુનિચંદ્રસૂરિ પાસે જ કરાવ્યું.
આ રીતે ચંદ્રપ્રભાચાર્યએ વિ.સં. ૧૧૪૯માં મુનિની જગ્યાએ શ્રાવક દ્વારા પ્રતિમાની પ્રતિષ્ઠા કરવાના, મુનિ દ્વારા પ્રતિષ્ઠા કરવાના આદિ ત્રણ વાતોનું વિધાન કરતાં ક્રિયોદ્ધાર કર્યો અને વિ.સં. ૧૧૫૯માં પોતાની આ માન્યતાની સાથે પૂર્ણિમાના પાક્ષિક પર્વ મનાવવાનું વિધાન કરતાં પૌર્ણમીયક ગચ્છની વિધિવત્ પ્રતિષ્ઠા કરી. આગમિક-ગચ્છ અને અંચલગચ્છે પણ સાધુ દ્વારા મૂર્તિની પ્રતિષ્ઠા કરવાનો વિરોધ કર્યો.
પૌર્ણમીયક-ગચ્છ દ્વારા થયેલા આ ક્રિયોદ્ધારના પરિણામે જૈનસંઘમાં સાધુ દ્વારા પ્રતિષ્ઠા બાબતે, પાક્ષિક પ્રતિક્રમણ પૂર્ણિમાના દિવસે કરાય કે ચતુર્દશીના રોજ તથા સાંવત્સરિક પર્વારાધન પાંચમના કરવામાં આવે અથવા ચોથના રોજ આ ત્રણ મુખ્ય વિષયોનો લઈને એક બહુ મોટો વિવાદ થયો. આવો વિવાદ શતાબ્દીઓ સુધી ચાલતો રહ્યો અને આજે પણ આ વિવાદ કોઈ ને કોઈ રીતે દેશના ઘણા ભાગોમાં ચાલી રહ્યો છે. વિધિ-ચૈત્ય, અવિધિ-ચૈત્ય, આયતન, અનાયતન આદિના વિવાદ વસ્તુતઃ વિક્રમની બારમી શતાબ્દીના પૂર્વાર્ધથી ઉત્પન્ન થયેલી મૂર્તિ-પ્રતિષ્ઠા સંબંધી વિવાદનો જ ભાગ છે.
-
આ રીતે સર્વ ઉપલબ્ધ તથ્યોના પરિપ્રેક્ષ્યમાં વિચાર કરતાં એ સિદ્ધ થાય છે કે - ‘ચંદ્રપ્રભસૂરિ દ્વારા વિક્રમ સં. ૧૧૪૯માં કરવામાં આવેલા મૂર્તિપૂજા વિષયક આ ક્રિયોદ્ધારના પરિણામસ્વરૂપ જૈનસંઘમાં ચૈત્યવાસી પરંપરા દ્વારા પ્રચલિત થયેલી દ્રવ્યપૂજા વિષયક રુઢિઓમાં સુધારની પ્રક્રિયાનો સૂત્રપાત્ર થયો હતો.'
જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૪)
૭૭૭, ૧૧૧