________________
અત્યંત પ્રભાવિત હતા. પોતાના સમયના શ્રમણવર્ગમાં વ્યાપ્ત શિથિલાચારના ઉમૂલન અને સ્વ-પર કલ્યાણના ઉદ્દેશથી એમણે વિશુદ્ધ શ્રમણાચારનું પાલન કરવાનો દઢ નિશ્ચય કર્યો. એમણે પોતાનાં વસ્ત્રો અને શરીરની સફાઈ પર પણ ધ્યાન આપવાનું છોડી દીધું, પરિણામે એમનું શરીર અને વસ્ત્રો પણ મેલથી મલિન થઈ ગયાં. એમની આ પ્રકારની નિઃસ્પૃહતા અને નિર્મમત્વ ભાવનાથી પ્રભાવિત થઈને ગુર્જરાધિપતિ સિદ્ધરાજ જયસિંહે એમને “માલધારી'ની ઉપાધિથી વિભૂષિત કર્યા. અમુક વિદ્વાનોનો અભિમત છે કે એમને માલધારીની ઉપાધિથી સિદ્ધરાજે નહિ, પરંતુ એમના પૂર્વવર્તી રાજા કર્ણએ આપી હતી. ઇતિહાસવિદોએ પરિપુષ્ટ ઐતિહાસિક આધારો પર ગુર્જરેશ્વર કર્ણનો શાસનકાળ વિ. સં. ૧૧૨૯ થી ૧૧૫૧ સુધીનો ને સિદ્ધરાજનો રાજ્યકાળ વિ.સં. ૧૧૫૧ થી ૧૨૦૦ સુધીનો મનાયો છે. માલધારી આચાર્ય અભયદેવસૂરિનો આચાર્યકાળ વિ. સં. ૧૧૩૫ થી ૧૧૬૦ સુધીનો લગભગ હોવાનું અનુમાન છે. મલધારીની ઉપાધિ મહારાજા કર્ણએ આપી હોય અથવા મહારાજા સિદ્ધરાજે પણ એ નક્કી છે કે એમના સમયના ગુર્જરેશ્વરે એમના અપૂર્વ ત્યાગથી પ્રભાવિત થઈને ભક્તિવશ આ રીતે પદવી પ્રદાન કરી. - “મુનિસુવ્રત ચરિત્ર'ની પ્રશસ્તિ અનુસાર મલધારી અભયદેવસૂરિએ સંલેખનાપૂર્વક ૪૭ દિવસના અનશન કર્યા. એમના અનશનના સમાચાર સાંભળી મહારાજ સિદ્ધરાજ એમનાં દર્શનાર્થે અજમેરમાં ઉપસ્થિત થયા હતા. અનશનપૂર્ણ પૂર્ણ થતા એમની અંતિમયાત્રામાં અજમેર નગરનાં આબાલવૃદ્ધ સહુ ઊમટી પડ્યાં હતાં. અગ્નિ સંસ્કાર બાદ એમના ભૌતિક શરીરની અવશિષ્ટ ભસ્મ માટે અજમેર અને આસપાસના વિસ્તારોના નાગરિકો ઊમટી પડ્યા. લોકોના મનમાં એવી શ્રદ્ધા હતી કે આ મહાન ત્યાગી યોગેશ્વરની ભસ્મથી દરેક પ્રકારના રોગ શમી જશે, પરિણામે ભસ્મ ખલાસ થઈ ગયા પછી લોકોએ દાહ સંસ્કાર સ્થળની માટી પણ ખોદી ખોદીને લઈ જવાનું શરૂ કર્યું અને ત્યાં એક ઊંડો ખાડો પડી ગયો.
એમનાં તપ-ત્યાગ અને અંતર્મુખી જીવનનો ગાઢ પ્રભાવ એમના શિષ્યવૃંદ પર અને ઉપાસકો પર પડ્યો. એટલે જ એમના સ્વર્ગવાસ પછી એમના બિરુદવાળી મલધારી પરંપરા શતાબ્દીઓ સુધી લોકપ્રિય રહી. જિન ધર્મનો મૌલિક ઇતિહાસ ઃ (ભાગ-૪) 99999999999 ૧૦૫]