________________
કિકિorદ્ધાન શાસન
૧૬. ષડશીતિ વૃત્તિ
૨000 ૧૭. સપ્તતિકા વૃત્તિ
૩૭૮૦ ૧૮. બૃહત્સંગ્રહણી વૃત્તિ
૫000 ૧૯. બૃહક્ષેત્રસમાસ વૃત્તિ
૯૫૦૦ ૨૦. મલયગિરિશબ્દાનું શાસન
૫૦૦૦ આ ઉપલબ્ધ કૃતિઓ સિવાય આચાર્ય મલયગિરિ દ્વારા જે કૃતિઓનો નામોલ્લેખ પોતાની કૃતિઓમાં કર્યો છે, પણ વર્તમાનમાં તે ગ્રંથ અનુપલબ્ધ છે, એનાં નામ આ રીતે છે: આચાર્ય મલયગિરિની અનુપલબ્ધ કૃતિઓઃ
૧. જમ્બુદ્વીપ પ્રજ્ઞપ્તિ ટીકા ૨. ઓઘનિર્યુક્તિ ટીકા ૩. વિશેષાવશ્યક ટીકા ૪. તત્ત્વાર્થાધિગમ સૂત્ર ટીકા ૫. ધર્મસારપ્રકરણ ટીકા ૬. દેવેન્દ્ર નરેન્દ્ર પ્રકરણ ટીકા
મહામનસ્વી આચાર્ય મલયગિરિએ આગમ સાહિત્ય પર કત્તિઓનું નિર્માણ કરી મુમુક્ષુઓના સાધનાપથને પ્રશસ્ત કર્યો. એમની ઉલ્લેખ નીય શ્રુતારાધના માટે જૈનજગત એમનું ચિરકાળ સુધી કૃતજ્ઞ રહેશે.
(આચાર્ય અભયદેવ માલધારી) મલધારી અભયદેવ વિક્રમની બારમી શતાબ્દીના પૂર્વાર્ધથી લઈને પાશ્ચા વચ્ચેની એક અવધિના એક મહાન પ્રભાવક આચાર્ય થયા છે. તેઓ કૌટિક ગણના પ્રશ્નવાહન કુળની મધ્યમ શાખાના હર્ષપુરીય નામના ગચ્છના યશસ્વી આચાર્ય હતા. ઉત્તરવર્તી કાળના અમુક ઉલ્લેખો અનુસાર એમનું વિહારક્ષેત્ર અતિ વિશાળ હતું.
તેઓ હર્ષપુરીય ગચ્છના આચાર્ય જયદેવસૂરિના શિષ્ય હતા. એમનો ત્યાગ ઉચ્ચ કોટિનો હતો. એમના પ્રશિષ્ય શ્રીચંદ્રસૂરિ દ્વારા રચિત મુનિસુવ્રત ચરિત્રની પ્રશસ્તિ અનુસાર ગુર્જરેશ્વર સિદ્ધરાજ એમના ત્યાગ-તપથી | ૧૦૪ 96969696969696969696963 જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૪)