________________
( વૃત્તિકાર આચાર્ય મલયગિરિ )
મલયગિરિ વીર નિર્વાણની સત્તરમી (વિક્રમની બારમી) શતાબ્દીના એક મહાન વૃત્તિકાર આચાર્ય થયા. પોતાની લગભગ ૧ લાખ ૯૬ હજાર ૬૦૦ થી પણ અધિક શ્લોક - પ્રમાણની વૃત્તિઓમાં એમણે પોતાનો કોઈ પરિચય આપ્યો નથી. તેઓ કલિકાલસર્વજ્ઞ આચાર્ય હેમચંદ્રસૂરિના સમકાલીન આચાર્ય હતા. હેમચંદ્રસૂરિના પ્રકાંડ પાંડિત્યનો એમની ઉપર ઊંડો પ્રભાવ હતો અને તેઓ એમનો ગુરુ સમાન આદર કરતા હતા. આચાર્ય મલયગિરિ દ્વારા નિર્મિત આગમ ગ્રંથો પર નિમ્નલિખિત ૨૦ વૃત્તિઓ વર્તમાનમાં ઉપલબ્ધ છે : ગ્રંથનું નામ
બ્લોક-પ્રમાણ ૧. ભગવતી સૂત્ર દ્વિતીય શતક વૃત્તિ
૩૭૫૦ ૨. રાજપ્રશ્નીયોપાંગ ટીકા
૩૭૦૦ ૩. જીવાજીવાભિગમોપાંગ ટીકા
૧૬૦૦૦ ૪. પ્રજ્ઞાપનોપાંગ ટીકા
૧૬૦૦૦ ૫. ચંદ્રપ્રજ્ઞમ્યુપાંગ ટીકા
૯૫૦૦ ૬. સૂર્યપ્રજ્ઞમ્યુપાંગ ટીકા
૯૫૦૦ ૭. નંદીસૂત્ર ટીકા
૭૭૩૨ ૮. વ્યવહારસૂત્ર વૃત્તિ
૩૪000 ૯. બૃહત્કલ્પપીઠિકા વૃત્તિ (અપૂર્ણ)
૪૬૦૦ ૧૦. આવશ્યક વૃત્તિ (અપૂર્ણ)
૧૮૦૦૦ ૧૧. પિંડનિયુક્તિ ટીકા
૬૭૦૦ ૧૨. જ્યોતિષ્કરણ્ડ ટીકા
૫૦૦૦ ૧૩. ધર્મસંગ્રહણી વૃત્તિ
૧૦૦૦૦ ૧૪. કર્મપ્રકૃતિ વૃત્તિ
૮૦૦૦ ૧૫. પંચસંગ્રહ વૃત્તિ
૧૮૮૫૦
જેન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૪) 9696969696969696969694 ૧૦૩]