________________
દેવસૂરિ દ્વારા સુવર્ણમુદ્રાઓનો અસ્વીકાર કર્યા બાદ પોતાના મંત્રીઓના પરામર્શથી સિદ્ધરાજ જયસિંહે ભગવાન ઋષભદેવનું એક વિશાળ મંદિર એ ધનરાશિથી બનાવ્યું. વિ. સં. ૧૧૮૩માં દેવસૂરિએ અન્ય ત્રણ આચાર્યોની સાથે એ મંદિરમાં ભગવાન આદિનાથની મૂર્તિની પ્રતિષ્ઠા કરી.
આચાર્યશ્રી દેવસૂરિએ પ્રમાણ નયતત્કાલોક કી રત્નાકરાવતારિકા' નામની ટીકાના ગ્રંથની રચના કરી જિનશાસનના ન્યાયશાસ્ત્રના ભંડારની શ્રીવૃદ્ધિ કરી. આ પ્રકારે પોતાના પાંડિત્ય, તર્કબળ અને આત્મબળથી એમણે જિનશાસનની મહત્તમ પ્રભાવના કરી. વિ. સં. ૧૨૨૬માં શ્રાવણ વદ સાતમ ગુરુવારે એમણે ભદ્રેશ્વરસૂરિને પોતાના ઉત્તરાધિકારી આચાર્ય તરીકે નિયુક્ત કર્યા. ત્યાર બાદ સંથારો ધારણ કરી સમાધિમરણનું વરણ કરી સ્વર્ગારોહણ કર્યું. ૮૩ વર્ષની પોતાની પૂર્ણ આયુમાં ૯ વર્ષ ગૃહવાસ, ૨૨ વર્ષ સુધી સાધારણ શ્રમણપર્યાય અને પર વર્ષ સુધી આચાર્યપદ પર રહ્યા.
દેવસૂરિને જૈન સાહિત્યમાં સર્વત્ર “વાદી' બિરુદથી વિભૂષિત કરવામાં આવ્યા છે. પ્રભાવક ચરિત્ર'ના બે શ્લોકોથી સ્પષ્ટતઃ પ્રગટ થાય છે કે મહારાજા સિદ્ધરાજ જયસિંહની સભામાં દેવસૂરિથી પરાજય સ્વીકારતા સ્વયં પ્રતિવાદી દિગંબરાચાર્ય કુમુદચંદ્રએ રાજસભા સમક્ષ દેવસૂરિને મહાન વાદીના બિરુદથી વિભૂષિત કર્યા હતા. ત્યાર બાદ તેઓ વાદિદેવસૂરિના નામથી વિખ્યાત થઈ ગયા.
વાદિદેવસૂરિ બડગચ્છ (બૃહગચ્છ)ના મહાન પ્રભાવક આચાર્ય હતા. એમના ગુરુ મુનિચંદ્રસૂરિ મહાન તપસ્વી હતા. તપાગચ્છ પટ્ટાવલી'માં મુનિચંદ્રસૂરિને ભગવાન મહાવીરના ચાલીસમા પટ્ટધર બતાવવામાં આવ્યા છે. એ પટ્ટાવલીમાં એમના મોટા ગુરુભાઈ અજિતદેવસૂરિને ભગવાન મહાવીરના એકતાલીસમા પટ્ટધર બતાવાયા છે. જ્યારે બૃહ ગચ્છ ગુર્નાવલીમાં આચાર્ય વાદિદેવસૂરિને એકતાલીસમા પધર બતાવ્યા છે. મુનિચંદ્રસૂરિના ગુરુભાઈ ચંદ્રપ્રભસૂરિએ વિ. સં. ૧૧૪૯માં ક્રિયોદ્ધાર કર્યો અને તેના ૧૦ વર્ષ બાદ વિ. સં. ૧૧૫૯માં પૌમીયકગચ્છની સ્થાપના કરી. ૧૦૨ 96969696969696969696962 જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૪)