________________
પૂર્ણચંદ્રની યાચના કરી. વીર નાગે અતિ વિનમ્ર સ્વરે ગુરુદેવ સમક્ષ પોતાના મનોભાવ પ્રગટ કરતાં કહ્યું : “ભગવાન ! અમે તો વંશ પરંપરાથી જ આપના ઉપાસક છીએ, પરંતુ આ અમારો એક માત્ર પુત્ર છે અને અમારા જીવનનો એકમાત્ર સહારો છે. તેમ છતાં અગર આપશ્રી એને આપની શરણમાં લેવા ઈચ્છો છો તો હું આપની આજ્ઞાને શિરોધાર્ય કરું છું. આપ તેને લઈ જાવ.”
વિર નાગની આ પ્રકારની અપૂર્વ ત્યાગપૂર્ણ ઉદારતાથી કવિત થઈને મુનિચંદ્રસૂરિએ કહ્યું: “શ્રાવકોત્તમ! મારા જે પાંચસો શિષ્યો છે, તે સર્વ આજથી આપના પુત્ર છે. એ સાથે જ મારા સર્વ ઉપાસકો, સધર્મી બંધુઓ છે, તે સર્વ જીવનપર્યત તમારી સેવા-સુશ્રુષા કરશે. હવે તમે બધા પ્રકારની ચિંતા છોડી પરલોકનું પાથેય એકમાત્ર ધર્મારાધનાનું અવલંબન રાખો.”
આ રીતે આચાર્ય મુનિચંદ્રએ પૂર્ણચંદ્રની માતા જિનદેવીને પણ સહમત કરી લીધાં અને વિ. સ. ૧૧૫રમાં તેમણે પૂર્ણચંદ્રને દીક્ષા આપી પોતાના શિષ્ય બનાવી લીધો. દીક્ષા પ્રદાન કરતી વખતે આચાર્યશ્રીએ પૂર્ણચંદ્રનું નામ રામચંદ્ર રાખ્યું. '
દીક્ષિત થયા બાદ મુનિ રામચંદ્રએ તર્કશાસ્ત્ર, લક્ષણશાસ્ત્ર, વ્યાકરણ, સાહિત્ય, ન્યાય, દર્શન અને આગમ શાસ્ત્રોમાં ક્રમશઃ પ્રવીણતા પ્રાપ્ત કરી. જૈનદર્શન સિવાય બૌદ્ધ, વૈશેષિક, સાંખ્ય આદિ સર્વ દર્શનોનું પણ ગહન અધ્યયન કરી રામચંદ્ર પોતાના સમયમાં પ્રતિભાસંપન્ન વિધાપુરુષ તરીકે ઓળખ પામ્યા. મહાવાદી મુનિ રામચંદ્રએ ધોળકા નગરમાં ધધ નામના શિવાદ્વૈતવાદીને, સત્યપુરમાં કાશ્મીરી મહાવાદી સાગરને, નાગપુરમાં દિગંબરવાદી ગુણચંદ્રને, ચિત્રકૂટમાં શિવભૂતિ નામના ભાગવત મતાવલંબીને, ગોપગિરિમાં ગંગાધર નામના વાદીને, ધારાનગરીમાં ધરણીધર નામના વાદીને, પુષ્કરિણીમાં બ્રાહ્મણ વિદ્વાન પદ્માકારને અને ભૃગુકચ્છમાં કૃષ્ણ નામના બ્રાહ્મણને શાસ્ત્રાર્થમાં પરાજિત કરી વાદયી રૂપે પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી. વિમલચંદ્ર, હરિચંદ્ર, સોમચંદ્ર, પાર્થચંદ્ર, પ્રજ્ઞાધની શાંતિ અને અશોકચંદ્ર આદિ અનેક સમર્થ વિદ્વાન મુનિ રામચંદ્રના અભિન્ન મિત્ર થઈ ગયા. આ રીતે મુનિ રામચંદ્રની યશપતાકા દિગુદિગંતમાં લહેરાવા લાગી. | ૯૬ 969696969696969699 જેન ધર્મનો મોલિક ઇતિહાસઃ (ભાગ-૪)