________________
રીતે આ બંને આચાર્યો એકબીજાના સમકાલીન હોવાની સાથે પૂર્ણ પરિચિત અને પરસ્પર સહયોગી પણ હતા. વાદિદેવસૂરિએ પોતાના સમયના ઉચ્ચક્રેટિના વાદવિદ્યા નિષ્ણાત દિગંબર આચાર્ય કુમુદચંદ્રને અણહિલપુર-પાટણના પ્રતાપી રાજા જયસિંહની રાજસભામાં શાસ્ત્રાર્થમાં પરાજિત કરી ભારતવર્ષમાં શ્વેતાંબર પરંપરાની પ્રતિષ્ઠાને ઊંચા આસને પ્રતિષ્ઠિત કરી.
આચાર્ય હેમચંદ્રએ સિદ્ધરાજ જયસિંહના હૃદય પર પોતાના ત્યાગ, વિરાગ અને પાંડિત્યની અમીટ છાપ અંકિત કરી. સિદ્ધરાજ પછી મહારાજા કુમારપાળને તેમણે પ્રતિબોધ આપી જિનશાસનના અગ્રણી ઉપાસક બનાવ્યા, તથા ઉચ્ચકોટિના વિપુલ સાહિત્યનું નિર્માણ કરી જિનશાસનની ગૌરવ-ગરિમામાં અભિવૃદ્ધિ કરી.
એ વખતે ગુજરાત પ્રદેશના મદહત નામના નગરમાં વિર નાગ નામનો એક પ્રાગ્વાટે વંશીય વેપારી રહેતો હતો. તેની પત્નીનું નામ જિનદેવી હતું. પતિ-પરાયણા જિનદેવીએ રાત્રે એક સ્વપ્ન જોયું કે પૂર્ણચંદ્ર તેના મુખમાં પ્રવેશી રહ્યો છે. સ્વપ્નનું ફળ પૂછતાં મુનિચંદ્રસૂરિએ જિનદેવીને જણાવ્યું કે - “તમને પુત્રરત્નની પ્રાપ્તિ થશે. અને તમારો એ પુત્ર આગળ જતા જન-જનને આનંદિત કરનારો થશે.”
યોગ્ય સમય પૂરો થતાં વિ. સં. ૧૧૪૩માં જિનદેવીએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો. ચંદ્રનાં સ્વપ્નદર્શનને ધ્યાનમાં રાખી તેનું નામ પૂર્ણચંદ્ર રાખ્યું. પૂર્ણચંદ્રનાં શૈશવકાળમાં જ મદ્રાહત નગરમાં મહામારીનો પ્રકોપ થયો, પરિણામે વિર નાગ અને જિનદેવી પોતાના પુત્રને લઈ લાટપ્રદેશના ભૃગુકચ્છપુર (ભરૂચ) નગરમાં આવીને વસ્યાં.
સંકટના એ દિવસોમાં આઠવર્ષીય બાળક પૂર્ણચંદ્રએ જીવિકોપાર્જનમાં પિતાને ઉપયોગી થવાનો નિશ્ચય કર્યો. અનેક પ્રકારનાં સ્વાદિષ્ટ વ્યંજનો બનાવી શ્રીમંતોના ઘરે વેચવા જવા લાગ્યો. પુણ્યવાન બાળક પૂર્ણચંદ્રને પોતાના નાનકડા વ્યવસાયથી પર્યાપ્ત આવક થવા લાગી.
મુનિચંદ્રસૂરિએ મનોમન વિચાર કર્યો - “આ બાળક કોઈ ભાવિ મહાન પુરુષોત્તમ છે. થોડા સમય સુધી એના વિશે મનોમન ચિંતન કર્યા પછી મુનિચંદ્રસૂરિએ વીર નાગ પાસે તેના હોનહાર બાળક જિન ધર્મનો મોલિક ઇતિહાસ ઃ (ભાગ-૪) 99999999999. ૫]