________________
વાતાવરણને શાંત કરવા માટે ધર્મસાગરના ગુરુ આચાર્ય વિજયદાનસૂરિએ એ ગ્રંથને જળમાં વહાવી દીધો. આ રચના માટે ધર્મસાગરે ચતુર્વિધસંઘની ક્ષમાયાચના કરવી પડી. વિજયદાનસૂરિના સ્વર્ગવાસના ૭ વર્ષ બાદ વિ. સં. ૧૬ ૨૯માં ધર્મસાગરના આ ગ્રંથને વિજયદાનસૂરિના પટ્ટધર આચાર્ય હીરવિજયસૂરિએ પુનઃ પ્રગટ કરાવી પોતાના તરફથી ગ્રંથનું ઉપનામ “પ્રવચન પરીક્ષા' રાખ્યું.'
દાદાગુરુ જિનદત્તસૂરિએ પોતાના આચાર્યકાળમાં જિનશાસનની કેટલી મહાન પ્રભાવના કરી હશે એનો અંદાજ એ તથ્યથી સહજ રીતે આવે છે કે ભારતના દૂર-સુદૂર પ્રદેશોમાં એમનાં પગલાંથી અંકિત મંદિરોમાં સુશોભિત દાદાવાડીઓ આજે પણ હજારોની સંખ્યામાં વિદ્યમાન છે. વિરોધીઓના અપપ્રચારની લેશમાત્ર અસર એમની લોકપ્રિયતા કે લોકપૂજ્યતા પર પડી નહિ. આવા મહાન પ્રભાવક આચાર્યનો સંક્ષિપ્ત પરિચય નીચે મુજબ છે :
પિતાનું નામ : વાચ્છિગ (હુમડ કુળ) માતાનું નામ : બાહડદેવી જન્મસ્થાન : ધવલકપુર (ધોળકા) જન્મ
: વિ. સં. ૧૧૩૨ દીક્ષા
? વિ. સં. ૧૧૪૧ દીક્ષાનામ : મુનિ સોમચંદ્ર આચાર્યપદ : વિ. સં. ૧૧૬૯ વૈ. સુ. ૧. શનિવાર દીક્ષાદાતા : ધર્મદેવ ઉપાધ્યાય અભિભાવક : સર્વદેવગણિ શિક્ષાદાતા : ભાવડાચાર્ય વાચનાચાર્ય : હરિસિંહાચાર્ય
પૂર્વ પટ્ટધર ઃ જિનવલ્લભસૂરિ જિન ધર્મનો મોલિક ઇતિહાસ (ભાગ-૪) 99696969696969696969 ૩ |