________________
(ગચ્છ વ્યામોહજન્ય વિદ્વેષનું તાંડવો ચૈત્યવાસીઓ દ્વારા વિકૃત કરવામાં આવેલ, આમૂલ પરિવર્તિત કરવામાં આવેલ જૈન ધર્મના મૂળ વિશુદ્ધ આગમિક સ્વરૂપની પુનઃ પ્રતિષ્ઠાપનાની દિશામાં વર્ધમાનસૂરિની પરંપરાના જિનેશ્વરસૂરિ, જિનચંદ્રસૂરિ, અભયદેવસૂરિ અને જિનદત્તસૂરિ આદિ આચાર્યોએ જે ભગીરથ પ્રયાસ કર્યો, એ જૈન ઇતિહાસમાં સદા-સર્વદા માટે ખૂબ સન્માન સાથે યાદ કરાશે. આજે ભારત દેશનાં વિભિન્ન પ્રદેશો, ક્ષેત્રો, નગરો કે ગામડાંઓમાં શાસ્ત્ર-સંમત શ્રમણાચારનું પાલન કરીને જૈન ધર્મના આગમપ્રણીત સ્વરૂપનું પ્રચાર-પ્રસાર કરનાર જે સાધુસાધ્વીઓ વિચરણ કરી રહ્યાં છે, એ ઉપરોક્ત આચાર્યો દ્વારા જૈનશાસન સમાજ પર કરવામાં આવેલા અસીમ ઉપકારોનું જ પ્રતિફળ છે.
આવી વસ્તુસ્થિતિ હોવા છતાં સાંપ્રદાયિક વિદ્વેષથી વશીભૂત અમુક મધ્યયુગીન વિદ્વાન શ્રમણોએ પોતાના ગચ્છને જ સત્ય અને અન્ય ગચ્છોને, એમની રીતિ-નીતિઓને અસત્ય સિદ્ધ કરવાના પ્રયાસમાં પરસ્પર, એકબીજાના ગચ્છ પર, તેમના આચાર્યો પર કીચડ ઉછાળવાની શરૂઆત કરી દીધી.
તપાગચ્છના સત્તાવનમા પટ્ટધર વિજયદાનસૂરિના શિષ્ય ઉપાધ્યાય ધર્મસાગરે પોતાના ગ્રંથ પ્રવચન પરીક્ષા ભાગ-૧'માં દાદા જિનદત્તસૂરિની અસન્માનજનક ભાષામાં કટુ આલોચના કરી. તેમણે પોતાના અન્ય ગ્રંથ “કુપક્ષ કૌશિક સહસ્ત્ર કિરણ'માં ૧. દિગંબર, ૨. પૌણિમયક, ૩. ઔષ્ટ્રિક (ખરતરગચ્છ) ૪. પાશચંદ્રગચ્છ, ૫. સ્તનિક (અંચલગચ્છ) ૬. સાર્ધ પૌર્ણિમયક, ૭. આગમિક, ૮. કર્ક, ૯. લુખ્ખાક (લોકગચ્છ) ૧૦. બીજામતી - આ દસે દસ ગચ્છની કટુતાપૂર્વક અશોભનીય ભાષામાં આલોચના કરી. આ ગ્રંથમાં એકમાત્ર પોતાના ગચ્છને જ સર્વશ્રેષ્ઠ સિદ્ધ કરવાના પ્રયાસની સાથે ઉપરોક્ત દસે દસ ગચ્છ-સમુદાયોને ઉજૂત્ર પ્રરૂપક અને તીર્થ બાહ્ય બતાવવામાં આવ્યા છે. આ ગ્રંથની રચનાથી સંપૂર્ણ જૈનસંઘમાં વિક્રમની સત્તરમી શતાબ્દીના બીજા દાયકામાં ભીષણ વિદ્વેષ ફેલાઈ ગયો: એ વિષપૂર્ણ [ ૯૨ છ99999999999] જેન ધર્મનો મૌલિક ઇતિહાસ ઃ (ભાગ-૪)